ભારતના મહાન જાદુગરના ઇંદ્રજાળ થી ડરી ગયા હતા બ્રિટનના લોકો, બ્રિટનના લોકો સાચું મૃત્યુ સમજી બેઠા હતા.

Story

ભારતમાં જાદુનો ઈતિહાસ ઘણો જૂનો છે. પહેલા જાદુગરો ગામડે ગામડે અને શહેરમાં ફરતા હતા અને જાદુના શો બતાવીને પૈસા કમાતા હતા. પરંતુ સમય જતાં આવા જાદુગરોની સંખ્યા ઘટતી ગઈ અને આધુનિક એટલે કે વ્યાવસાયિક જાદુગરોનો જન્મ થયો. આ વ્યાવસાયિક જાદુગરો નવીન યુક્તિઓની મદદથી મોટા જાદુના શો કરે છે. પરંતુ, ભારતનો એક એવો જાદુગર હતો જેણે દેશમાં જ નહીં વિદેશમાં પણ ઘણું નામ કમાવ્યું હતું. તે એવું ભ્રમનું જાળ બનાવતો હતો કે તે જે બતાવા માંગતો હતો એજ લોકોને દેખાતું હતું અને આ મહાન જાદુગરનું નામ પી.સી.સોરકર હતું.

પીસી સોરકર બંગાળના રહેવાસી હતો. તેમનો જન્મ (ફેબ્રુઆરી 23, 1913) રાજ્યના તાંગેલ જિલ્લાના નાના ગામ આશેકપુરમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રોતુલ ચંદ સરકાર હતું .પછી તેમનું નામ પીસી સોરકર તરીકે પ્રચલિત થયું. કહેવાય છે કે તેઓ ગણિતમાં ખૂબ જ સારા હતા. પણ તેનું દિલ જાદુ કરવામાં માનતું હતું.

જેમ કે અમે કહ્યું કે પીસી સોરકરનું દિલ જાદુ કરવામાં માનતું હતું, તેથી તેણે જાદુ કરવાનું શરૂ કર્યું. અગાઉ તેણે ક્લબ, થિયેટર અને સર્કસમાં પોતાની જાદુઈ રમત બતાવવાનું શરૂ કરી. સમય જતાં, તે તેના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહ્યો હતો. તે સમયે વધુ નામના મેળવવા માટે, તેણે પોતાને વિશ્વનો મહાન જાદુગર તરીકે જાહેર કર્યા,અને તેમનો આ વિચાર કામ કરી ગયો અને જાદુના શો માટે તેને દેશભરમાંથી બોલાવવામાં આવ્યોઅને પછી તેણે વિદેશમાં પણ જવાનું શરુ કર્યું તે ઈચ્છતો હતો કે તેનો શો આખી દુનિયા જુએ.

પી.સી. સોરકરની જાદુઈ કારકિર્દી પણ એટલી સરળ નહોતી. તેમને ઘણા વિવાદોમાંથી પણ પસાર થવું પડ્યું હતું. અને પી.સી સોરકર પોતાને વિશ્વનો સૌથી મહાન જાદુગર જાહેર કર્યો હતો. અને ઘણા લોકો તેં છેતરપિંડી કરી રહ્યો છે તેમ પણ કહેતા ઘણા લોકો તેના જાદુ પર શંકા કરતા હતા. બીબીસી હેલ્મુટ ઇવાલ્ડ શ્રાઇવર (હીટલરના પ્રિય) નામના જર્મન જાદુગરે સોરકર પર તેની યુક્તિઓ ચોરી કરવાનો આરોપ પણ મૂક્યો હતો. જો કે તેના આરોપો તેના પર ભારે પડ્યા હતા. ઘણા જાદુગરો સોરકરની જોડે ઉભા હતા. તે સમયે હેલમટ ઇવાલ્ડ શ્રાઇવરને કહેવામાં આવ્યું કે તેણે પણ બીજા ની યુક્તિઓની ચોરી કરી છે જેને તે પોતાની કહી રહ્યો છે.

પી.સી સોરકરનો શો જોઈને બ્રિટનના લોકો પણ ચોંકી ગયા હતા. આ તે સમયની વાત છે જ્યારે બ્રિટનમાં પેનોરમા નામનો કરન્ટ અફેર્સ પ્રોગ્રામ આવતો હતો. તે બીબીસી ચેનલ પર આવતો હતો. આ કાર્યક્રમમાં બ્રિટનના લોકોએ ત્યારે પી.સી સોરકરનો શો જોયો હતો. પરંતુ દર્શકોને લાગ્યું કે મોટી ભૂલ થઈ ગઈ છે. આ શોમાં પીસી સરકારે 17 વર્ષની છોકરીને વશમાં કરી હતી અને તેને ટેબલ પર સુવડાવી હતી.અને દર્શકો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હતા કે પીસી સોરકર બાળકીના શરીરને બે ભાગમાં વહેંચી દીધું છે. પરંતુ, જેમ જેમ સોરકર છોકરીના હાથ ઘસવાનું શરૂ કર્યું, તો છોકરીએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આ પછી યુવતી પર કાળું કપડું પાથરવામાં આવ્યું હતું. તે જ સમયે કાર્યક્રમની વચ્ચે આવતા શોના હોસ્ટે કહ્યું કે હવે કાર્યક્રમ સમાપ્ત થાય છે.

આ પછી સ્ટુડિયો પર ઘણા ફોન આવ્યા. ફોન કરનારાઓને ખાતરી હતી કે તેઓએ ટીવી પર હત્યા લાઈવ થતી જોઈ છે. જોકે, એવું કંઈ હતું નહિ. શોને અચાનક સમાપ્ત કરવા માટે આપવામાં આવેલા ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે સમય મર્યાદા ઓળંગવાને કારણે તેનો શો અધવચ્ચે જ બંધ કરવો પડ્યો હતો. જોકે, તેમની નજીકના લોકો જાણતા હતા કે સોરકરનો સમય ઘણો સારો છે. આ શો પછી પી.સી સોરકર ધણી ચર્ચામા આવ્યા હતા. તે શો તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે.

પી.સી.સોરકરને શો માટે ઘણી મુસાફરી કરવી પડી હતી. એક સમય એવો આવ્યો કે ડૉક્ટરોએ તેમને મુસાફરી ન કરવાની સલાહ આપી. પરંતુ, સરકારે તેમની વાત ન માની અને જાપાન ગયા. 6 જાન્યુઆરી, 1970ના રોજ, સરકારે તેનો ઈન્દ્રજાલ શો જાપાનના શિબેત્સુ શહેરમાં યોજ્યો હતો. પરંતુ, બહાર આવતાની સાથે જ તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મુત્યુ થયું. આ રીતે દુનિયામાં પોતાનો જાદુ ચલાવનાર પીસી સોરકર દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા…

Leave a Reply

Your email address will not be published.