90ના દાયકામાં બે બહેનો એ શરૂ કરેલો પીઝાનો વ્યવસાય આજે અમદવાદ ની ઓળખ બની ગયો છે, જાણો શા માટે આટલા બધા ફેમસ છે જશુબેન પીઝા…

Story

અમદાવાદ શહેર એટલે ગુજરાતનું ધબકતું હદય. આ શહેર અનેક વસ્તુઓ થી પ્રખ્યાત છે, ત્યારે ખાસ કરીને ખાણીપીણીનાં શોખીન લોકો માટે અમદાવાદ ફૂડ નગરી છે. આમ પણ દરેક શહેરની કોઈ તો વાનગી ખૂબ જ પ્રખ્યાત હોય છે, જેનો સ્વાદ એકવાર તો માણવો જ જોઈએ. આજે અમે આપને જણાવીશું અમદાવાદના જશું બેનના પીઝા વિશે. કંઈ રીતે જશુબેન પીઝા અમદાવાદીઓ માટે લોકપ્રિય બન્યા એ આપણે આ બ્લોગ દ્વારા જાણીશું. અત્યાર સુધી તમે અનેક પીઝા ખાધા હશે પરતું સ્વદેશી સ્ટાઈલ સાથે બનતા આ પીઝાનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 90 ના દાયકામાં ભાખરી પિઝાની પહેલ કરનાર ઉદ્યોગ સાહસિક જશુબેન અને આંદેરબેનનાં બહુ વખાણ કર્યાં હતાં. આ માત્ર દેશી સ્ટાઇલના પિઝા જ નથી બનાવ્યા, પરંતુ એલપીજીની મદદથી પિઝા બેક કરવાનું અનોખુ ઓવન પણ બનાવ્યું.. જશુબેને આંદેરબેનને થોડા રૂપિયા આપ્યા પછી આ વ્યવસાય શરૂ થયો, જેથી પછીથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. 40 વર્ષ બાદ પણ લૉ ગાર્ડન રોડ પર જશુબેન શાહ ઓલ્ડ પિઝા માત્ર 80 રૂપિયાના ભાવમાં વેચાય છે.

જશુબેનનું થોડાં વર્ષ પહેલાં જ અવસાન થતા આંદેરબેન અને સસરા જોરાવર સિંહે હવે આ વ્યવસાય હોટેલ મેનેજમેન્ટમાં સ્નાતક થયેલ રાજેન્દ્ર સિંહને સોપ્યો. લગ્ન બાદ વર્ષ 2004-2005 માં આ વ્યવસાયની લગામ સંભાળી. 90 ના દાયકામાં આંદેરબેન અને જોરાવરે જશુબેન સાથે રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ આંદેરબેને તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

વર્ષ 1994 માં પિઝા હજી નવા-નવા હતા અહીં અને આંદેરબેન તેને સ્ટ્રીટ ફૂડ તરીકે અજમાવવા ઈચ્છતાં હતાં. પહેલાં પિઝા પહેલા સ્તર પર મૂકવામાં આવે છે. ધીરે-ધીમે તેને ઉપરના સ્તર પર ખસેડાતો રહે છે અને 15 મિનિટમાં તે આઠમા સ્તરે પહોંચી જશે. આ ભઠ્ઠીમાં એકસાથે 25 પિઝા બની શકે છે.

પીઝાનો લોટ અને ટામેટાની પ્યૂરી ઘરેથી જ તૈયાર કરી દેવામાં આવે છે. ત્યારબાદ બેઝ પર ટામેટાનો સોસ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર ડુંગળી, કેપ્સિકમ વગેરે પાથરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સ્થાનિક ચીઝનું એક લેયર બનાવવામાં આવે છે.”આ પિઝામાં કોઈપણ જાતનું એક્ઝોટિક લેયર નથી હોતું, જેમકે, જલેપિનો, બેબી કોર્ન, મશરૂમ્સ, પનીર, ઓલિવ્સ વગેરે.

છેલ્લાં 20 વર્ષમાં રેસિપિમાં જરા પણ બદલાવ કરવામાં આવ્યો નથી. અહીંયા ઈટાલિયન, જૈન, ચીઝ બેક્ડ, પ્લેન ચીઝ, માર્ગારિટા, ડબલ ચીઝ અને પાઈનેપલ ચીઝ પિઝા. પાંચ ઈંચના પિઝાની કિંમત 80 થી 100 રૂપિયાની વચ્ચે રહે છે.લૉગાર્ડન સિવાય બીજી પણ બે બ્રાન્ચ છે, એક કૉમર્સ છ રસ્તા અને બીજી પ્રહલાદનગર. રાજેન્દ્રના જણાવ્યા અનુસાર, રોજના લગભગ 300 પિઝા વેચાય છે અને રોજનો લગભગ 30,000 આસપાસ વકરો રહે છે.આજે અમદાવાદમાં જશુબેનના પીઝા પ્રખ્યાત થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *