ગંગુબાઈ કાઠીયાવાડીની ભૂમિકામાં લોકોના દિલમાં ધાક બેસારી રહી છે, દિલ પકડીને જુઓ ટ્રેલર…

Bollywood

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડ’નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાની સાથે જ આ ટ્રેલરે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સંજય લીલા ભણસાલીની આ મોટા બજેટ ફિલ્મની લોકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા છે. આવા સમયે, આલિયા ભટ્ટના ચાહકો માટે આ ટ્રેલર બમ્પર ઇનામથી ઓછું નથી.

ટ્રેલરમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આલિયા ભટ્ટને પહેલા કરતા એકદમ અલગ દમદાર અને દબંગ બતાવવામાં આવી છે. આલિયા ‘ગંગુબાઈ’ના રૂપમાં તેના વ્યક્તિત્વથી સાવ અલગ દેખાય આવે છે. આલિયાના દેખાવથી લઈને ડાયલોગ્સ સુધી ગંગુબાઈનું ટ્રેલર આલિયાના ચાહકો માટે ભેટ સમાન છે.

ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલર ફિલ્મના રસિયાઓ માટે એક અનોખી અનુભૂતિ છે, સંજય લીલા ભણસાલી કંઈક અલગ જ બનાવવા માટે જાણીતા છે અને આલિયાની ફિલ્મમાં લુક, સેટ્સ, ડાયલોગ્સથી લઈને સ્ટાઇલિંગ સુધીની દરેક વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આલિયાનો લુક અને સાથે સાથે જોરદાર ડાયલોગ્સ તમને ગંગુબાઈના વ્યક્તિત્વમાં તમે ઊંડી રીતે ઉતરી જશો. આલિયા ભટ્ટ ગંગુબાઈની વેશ્યાવૃત્તિથી લઈને રાજકારણમાં આવવા સુધીની ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે.

ટ્રેલરમાં અજય દેવગનની એન્ટ્રી પણ જોરદાર છે. તેની એક્શનથી ભરપૂર હાજરી ટ્રેલરના આકર્ષણમાં ચાર ચાંદ લગાવી દીધા છે. કે કે મેનનની હાજરીને પણ આશ્ચર્યજનક પેકેજ તરીકે જોવામાં આવે છે. આલિયા સાથેના તેના દ્રશ્યો લોકો પર અલગ જ પ્રભાવ પાડી રહ્યા છે. આ ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આલિયા માટે ગંગુબાઈ તેના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ શકે છે, હવે માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.