અમેરિકાથી આવેલા ખેડૂત પુત્રએ બીજા ખેડૂતો ને પોત્સાહન આપવા 6 લાખ ખર્ચીને ઘરની છત ઉપર મુકાવ્યું 33 વર્ષ જૂનું ટ્રેક્ટર.

Story

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પોતાના ઘરની છત પર પાણીની ટાંકી રાખે છે. ઘણા લોકો એવા છે જે ઘરોની છત પર પાણીની વિચિત્ર ટાંકીઓ મૂકે છે. કેટલાક લોકો એવા છે જે ડિઝાઇનમાં ઝૂંપડી અને ટાંકી બનાવે છે. આ સિવાય કેટલાક લોકો છત પર પક્ષીઓના આકારમાં ટાંકી પણ બનાવે છે. લોકો બીજાનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવું કરે છે.

પરંતુ આજે અમે તમને એક એવા સમાચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. રાજસ્થાનના એક ખેડૂતે પણ પોતાના ઘરની છત પર કંઈક આવું જ કર્યું છે તેમને તેના ઘરની છત પર પાણીની ટાંકી અથવા વસ્તુની નકલી ડિઝાઇન નથી રાખવામાં આવેલ અસલી ટ્રેક્ટર રાખ્યું છે.

આજે અમે તમને જે અજીબોગરીબ કિસ્સો જણાવી રહ્યા છીએ તે રાજસ્થાનના શ્રીગંગાનગરથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતના પુત્રને તેના ઘરની છત પર એક અસલી ટ્રેક્ટર મૂકવામાં આવ્યું છે. અને તે ખેડૂતનો પુત્ર વિદેશમાં રહે છે અને તેણે પોતાની છત પર જે ટ્રેક્ટર રાખ્યું છે તે 33 વર્ષ જૂનું છે. આ અનોખું પરાક્રમ અનુપગઢ તહસીલના રામસિંહપુર વિસ્તારના રહેવાસી અંગ્રેઝ સિંહે કર્યું છે. તેણે જૂના ટ્રેક્ટરને ડેન્ટિંગ-પેઈન્ટિંગ કરાવ્યું અને પછી તેને મોટી ક્રેનની મદદથી છત પર રાખ્યું. આમાં તેણે 6 લાખ રૂપિયા નો ખર્ચો કર્યો છે.

અંગ્રેજ સિંહે ટ્રેક્ટરમાં લાઇટ અને મ્યુઝિક સિસ્ટમ પણ લગાવી છે આ ટ્રેક્ટર દૂર દૂરથી લોકોને આકર્ષે છે. ખેડૂતનો પુત્ર અંગ્રેઝ સિંહ અમેરિકાથી પાછો આવ્યો ત્યારે તેમને કહ્યું કે તેણે ખેડૂતોને સન્માન આપવા માટે આવું કર્યું છે. આ NRI ખેડૂતે પોતાનું નવું મકાન બનાવ્યું છે, તેમાં શિફ્ટ થતા પહેલા તેણે ક્રેનની મદદથી ઘરના ત્રીજા માળે પોતાનું 33 વર્ષ જૂનું ટ્રેક્ટર રાખ્યું છે. આ ટ્રેક્ટરને આધુનિક ક્રેનની મદદથી નવા મકાનના ત્રીજા માળે રાખવામાં માટે કલાકોની મહેનત લાગી હતી.

આ ટ્રેક્ટરની એક ખાસિયત એ છે કે તેને રિમોટની મદદથી દરરોજ ચાલુ કરી શકાય છે. ચાલુ એટલા માટે કરવા માં આવે છે કે ટ્રેક્ટરને નુકસાન ન થાય તે માટે આ કરવામાં આવ્યું છે. ખેડૂત NRI પુત્ર અંગ્રેઝ સિંહ મલ્લી 1992થી અમેરિકામાં રહે છે. અંગ્રેજ સિંહ મલ્લીએ જણાવ્યું હતું કે ટ્રેક્ટર ખેડૂત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે દરેક ખેડૂત માટે પૂજનીય પણ છે. ટ્રેક્ટરની મદદથી ખેડૂત તેના ખેતરમાં પાક ઉગાડે છે અને આ પાક ખેડૂતનું નસીબ બદલી નાખે છે તેથી તેણે તેના નવા મકાનના ઉપરના માળે ટ્રેક્ટર મૂકીને ખેડૂતો અને આ આદરણીય સાધનને માન આપવાનો પ્રયાસ કર્યો છે.

અંગ્રેઝ સિંહ મલ્લીનું કહેવું છે કે તેને બાળપણથી જ બુલેટ મોટરસાઈકલ અને ટ્રેક્ટરનો ખૂબ શોખ છે. તેણે કહ્યું કે તેનું સપનું હતું કે તેના ઘરની છત પર ટ્રેક્ટર રાખશે અને આજે તેણે તેનું સપનું પૂરું કર્યું છે. તેઓ માને છે કે ટ્રેક્ટર ખેતી અને ખેડૂતની મહેનતનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *