માણસના મૃત્યુ પછી જીવતી નથી રહેતી આત્મા, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો….

ajab gajab Story

સંસારમાં કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનો જન્મ થાય તો તેનો પણ સમયએ નાશ થવાનો નિશ્ચિત હોય છે. વ્યક્તિ જે રીતે જન્મે છે તેના મૃત્યુનો સમય પણ નિશ્ચિત હોય છે. જીવન અને મૃત્યુને લઈને વિશ્વમાં વિવિધ પ્રકારની માન્યતાઓ અને મંતવ્યો સાંભળવા મળે છે. દુનિયાના દરેક ધર્મમાં પણ મૃત્યુ પછીની પરિસ્થિતિને અલગ-અલગ રીતે સમજાવવામાં આવી છે. જીવન અને મૃત્યુ અંગે આધ્યાત્મિક નેતાઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે હંમેશા મતભેદો રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ કહે છે કે મૃત્યુ પછી માત્ર શરીર જ મરે છે આત્મા ક્યારેય મરતો નથી. બીજી બાજુ, વિજ્ઞાન મનુષ્યના મૃત્યુ પછી આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી. આવી સ્થિતિમાં એક બ્રહ્માંડ વિજ્ઞાનીએ જીવન અને મૃત્યુના સંબંધને લઈને આવો દાવો કર્યો છે, જેને જાણીને તમે પણ આચાર્યચકિત થાય જશો. ચાલો જાણીએ કે બ્રહ્માંડ વિજ્ઞાનીનું શું કહેવું છે…

કોસ્મોલોજિસ્ટ ડૉ સીન કેરોલે જીવન અને મૃત્યુ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. કેરોલના મતે જો બધું વિજ્ઞાનના નિયમો અનુસાર થાય છે તો ભૌતિકશાસ્ત્રમાં માનવીના મૃત્યુ પછી કોઈ જીવન શક્ય નથી. પ્રોફેસર કેરોલે તેમનું મોટાભાગનું જીવન ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં વિતાવ્યું છે. પ્રોફેસર તેમના અભ્યાસના આધારે સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેની ચેતના આ બ્રહ્માંડમાં રહી શકતી નથી.

સાયન્ટિફિક અમેરિકનમાં, ડૉ. કેરોલ લખે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર, એવો દાવો કરવામાં આવે છે કે વ્યક્તિના મૃત્યુ પછી આત્મા કોઈને કોઈ સ્વરૂપમાં આ વાતાવરણમાં હાજર રહે છે. હવે જો આપણે વિજ્ઞાનની એક શાખા ભૌતિકશાસ્ત્રના નિયમોના આધારે જીવનને સમજીએ તો મૃત્યુ પછી આપણા મગજમાં રહેલી માહિતીને જાળવી રાખવાનો કોઈ રસ્તો નથી. જો કે, હજુ સુધી તમામ વૈજ્ઞાનિકો પ્રોફેસર કેરોલના દૃષ્ટિકોણને સમર્થન આપતા નથી. તેમનું કહેવું છે કે માનવ મગજ પર હજુ વધુ અભ્યાસની જરૂર છે.

ધાર્મિક માન્યતાઓ માનવાથી ધર્મ વિજ્ઞાનથી આત્મા વિશે તદ્દન વિપરીત અભિપ્રાય ધરાવે છે. ધર્મમાં આત્માને અમર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રોફેસર કેરોલનો આ દાવો વિવાદ સર્જવા જઈ રહ્યો છે. વિશ્વનો દરેક ધર્મ કોઈને કોઈ સ્વરૂપે આત્માનું અસ્તિત્વ સૂચવે છે. પ્રોફેસર કેરોલ કહે છે કે તેઓ ભગવાનમાં માનવાનું કહેતા નથી પરંતુ આ મુદ્દે વિજ્ઞાનની પોતાની દલીલ છે.

Leave a Reply

Your email address will not be published.