ચંદીગઢના રાજીવે બનાવી બે માળની સૌથી ઊંચી અને અનોખી સાયકલ જેને જોઈને લોકો પણ થઇ ગયા હેરાન..

Story

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને આરોગ્યને ધ્યાને લઈ મોટાભાગના લોકો સાઈકલ ચલાવવાનું શરુ કરી રહ્યા છે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે સાયકલ ચલાવવા માટેનું પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. સાયકલની વધતી જતી માંગને કારણે બજારમાં અનેક પ્રકારની સાયકલ જોવા મળી રહી છે અને દરેક સાયકલને અમુક અલગ-અલગ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી લોકોને પસંદ આવી શકે. બીજી તરફ ચંદીગઢના રાજીવ કુમારે એક અદ્ભુત પરાક્રમ કર્યું છે.

શું તમે ક્યારેય એવી સાઈકલ જોઈ છે કે જેના પર બેઠા પછી આકાશને સ્પર્શી જવાનો અહેસાસ થાય? જો તમે આવી સાઇકલ ના જોઈ હોય તો આજે આ લેખ દ્વારા અમે તમને એક એવી સાઈકલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભારતની સૌથી ઊંચી સાઈકલનું બિરુદ મળ્યું છે. અને તમને એ પણ ખબર પડશે કે આ સાયકલ કોણે બનાવી?

ચંદીગઢના રહેવાસી રાજીવ કુમારે ભારતની સૌથી ઊંચી સાયકલ પર બેસવાનો શોધ હતો. તો તેમને તેની જાતે જ એક આવી સાઇકલ બનાવી અને ડિઝાઇન કરી કે તેણે બનાવેલી આ સાયકલ પર જ્યારે તે શહેરની મુલાકાતે જાય ત્યારે તેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પોતાની પ્રતિભાને કારણે રાજીવને ઘણું પ્રોત્સાહન પણ મળ્યું છે.

રાજીવ 10 મા ધોરણમાં હતો ત્યારથી જ સાઈકલ ચલાવતો હતો પરંતુ તેની ઊંચાઈ વધુ હોવાને કારણે તેને સાઈકલ ચલાવવામાં ઘણી તકલીફો પડતી હતી. એટલા માટે તેમણે તેની સાયકલની સીટ ઉંચી કરી હતી પરંતુ સીટ ઉંચી કરવાથી સાઈકલના પેડલ સુધી તેનના પગ પહોંચી શક્યા નહિ. એટલા માટે પછી તેણે પેડલને ઉંચા કરવાનું વિચાર્યું અને આ રીતે તેણે એક અલગ પ્રકારની સાયકલની શોધ શરૂ કરી.

રાજીવે ધોરણ 10 માં જ તેની પ્રથમ સાયકલને બનાવીને તૈયાર કરી હતી પછી 1995 માં તેમણે તેની પ્રથમ સાઇકલનું નિર્માણ પૂર્ણ કર્યું. પરંતુ આ પછી પણ જેમ સમય બદલાય તેમ-તેમ સાયકલનું મોડલ પણ બદલી રહ્યા હતા. વર્ષ 2013 માં રાજીવે ભારતના સૌથી ઉંચી સાઇકલ (8 ફૂટ 6 ઇંચ)નું નિર્માણ પૂર્ણ કર્યું હતું.

ભારતની સૌથી ઊંચી સાઇકલ બનાવવા માટે રાજીવે ઘણી મહેનત કરવી પડી હતી. એક તરફ જ્યાં લોકોને એક સાઈકલની એક ચેઈન હેન્ડલ કરવામાં મુશ્કેલી પડે છે ત્યાં આ સાઈકલમાં 3 ચેઈન લગાવવામાં આવી છે. જ્યારે પણ તે તેમની સાઇકલને બહાર કાઢે છે ત્યારે લોકો સાઈકલના ફોટાઓ પાડવા લાગે છે. તમને જણાવી દઈએ કે રાજીવે વર્ષ 2013 માં જે સાઈકલ બનાવી હતી તે સાઇકલ 10 ફૂટ સુધી ઉંચી પણ થઈ શકે છે.

ઘણા લોકોએ રાજીવ દ્વારા બનાવવામાં આવેલી આ અનોખી સાયકલ ચલાવવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ તેઓ ચલાવી શકતા નથી કારણ કે આ સાયકલ ચલાવવા માટે એક અલગ યુક્તિ છે. રસ્તા પર ચાલતી વખતે ટ્રાફિક લાઇટમાં વાહન ચલાવવાની અને તેને રોકવાની પણ એક અલગ ટ્રીક બનાવવામાં આવેલી છે. અને રાજીવને ભારતની સૌથી ઊંચી સાયકલ બનાવવા માટે પ્રોત્સાહન પણ મળ્યો છે.

રાજીવ કુમારની એક ખાસ વાત એ છે કે તેઓ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના ન હોવા છતાં તેમણે આવી અનોખી સાઈકલની શોધ કરી છે. દરેક તેની પ્રતિભાના વખાણ કરી રહ્યા છે. રાજીવે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને યુનિયન વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રોત્સાહન પણ જીત્યો છે.

સૌથી વધુ સાયકલ પર રાજીવે દિલ્હીથી ચંદીગઢની મુસાફરી 16 કલાકમાં કવર કરી હતી. આ સિવાય તેણે ચંદીગઢથી લુધિયાણા અને કાલકાથી શિમલા સુધીનો પ્રવાસ પણ કર્યો હતો. હવે તેઓ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રોત્સાહન જીતવા માંગે છે. તે સૌથી ઉંચી સાઈકલ દ્વારા સૌથી લાંબી મુસાફરીનો રેકોર્ડ બનાવવાની ઈચ્છા ધરાવે છે અને આ માટે તે ચંદીગઢથી મુંબઈની મુસાફરી કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *