આજના યુગમાં મોટા ભાગના યુવાનો વિદેશમાં નોકરી કરવા જવાન સપના જોતા હોય છે. કારણ કે ત્યાં ઊંચા પગાર ધોરણની નોકરીઓ મળે છે. પણ આજે અમે તમને બે એવા ભાઈઓ વિષે જણાવીશું કે જેમને વિદેશોમાં પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી અને વતન આવીને ખેતી શરૂ કરી દીધી.
તો બધા જ લોકો ચોકી ગયા. આ બંને ભાઈઓ આગ્રા ના રહેવાસી છે.આયુષ અને રિષભ પણ પોતાનો અભ્યાસ કરીને વિદેશમાં નોકરી કરવા માટે ગયા હતા. એક ભાઈ નોકરી માટે લંડન ગયો તો બીજો ભાઈ નોકરી કરવા માટે દુબઇ ગયો.
બંને ભાઈઓનો વર્ષે ૪૦ લાખ રૂપિયા જેટલો પગાર હતો પણ જયારે કોરોના આવ્યો ત્યારે બંને ભાઈ પોતાની નોકરી છોડીને વતન પાછા આવી ગયા અને ઘરે આવીને વિચાર વિચારમાં ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું.
જયારે બધાને ખબર પડી તો લોકોને નવાઈ લાગી કે લાખો રૂપિયાની નોકરી છોડીને ખેતી કેમ કરે છે. ઘણા લોકો એવા પણ હતા કે જેમને કહ્યું કે આવું ના કરો પણ ભાઈઓએ પોતાની હિંમત બતાવી અને ઓર્ગેનિક ખેતી કરવાનું શરુ કર્યું.
પહેલા જ વર્ષે તેમને ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી હતી.આજે બધા લોકોને વિશ્વાસ થયો કે તેમને કઈ જ ખરાબ કામ નથી કર્યું આ બંને ભાઈઓનુ લક્ષ છે કે આવનારા વર્ષમાં તે ૪ કરોડ રૂપિયાની કમાણી કરશે અને તેમને વિશ્વાસ છે કે તે બંને આ કામ જરૂરથી કરશે. આજે માતા પિતાને પણ પોતાના દીકરાઓ પર ખુબજ ગર્વ છે. જો મનમાં વિશ્વાસ હોય તો કોઈપણ મુકામ હાસિલ કરી શકાય છે.