આજકાલ લોકો લગ્નમાં કરોડો રૂપિયા આંધળી રીતે ખર્ચે છે. લગ્નના સ્થળથી લઈને ડેકોરેશન અને ભોજનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય તેના પર સૌનું ધ્યાન રહે છે. આટલું જ નહીં લગ્નના અનોખા કાર્ડમાં પણ લોકો વિચાર્યા વગર લાખો ખર્ચ કરે છે. પરંતુ કાર્ડ ગમે તેટલું મોંઘું હોય પરંતુ લગ્ન પછી તેનો ઉપયોગ શેના માટે થાય છે? અમારે આ કહેવાની જરૂર નથી.
કેટલાક કાર્ડ જંકયાર્ડમાં જાય છે અને કેટલાક કચરાપેટીમાં જાય છે. પરંતુ આજે અમે તમને લગ્નના કાર્ડનું એક શાનદાર અને બધાથી અલગ લગ્ન કાર્ડ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. ગુજરાતના ભાવનગર જિલ્લાના ઉચડી ગામમાં રહેતા શિવાભાઈએ તેમના પુત્ર અને પુત્રીના લગ્નમાં બનાવરાવેલ કાર્ડ જે ઉપયોગમાં આવી શકે પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ કામ લાગે તેવું કાર્ડ બનાવેલું છે
આ માટે તેણે તેના એક મિત્ર નરેન્દ્રભાઈ ફાલ્દુની મદદ લીધી હતું. નરેન્દ્રભાઈ પ્રકૃતિ પ્રેમી છે. તેમની સલાહથી તેમણે એક અનોખું વેડિંગ કાર્ડ બનાવ્યું છે, જેનો ઉપયોગ કર્યા પછી પક્ષીઓનો માળો બની શકે છે. જ્યારે 45 વર્ષીય શિવાભાઈ ગોહિલે તેમના પુત્ર જયેશના લગ્નની તારીખ નક્કી કરી ત્યારે તેઓ ઈચ્છતા હતા કે દરેક વ્યક્તિ આ પ્રસંગને ખાસ રીતે યાદ કરે. કારણ કે આ દિવસે તેમની પુત્રીના લગ્ન પણ થવાના હતા. શિવાભાઈ કહે છે, “અમારું આખું કુટુંબ પક્ષીઓને પ્રેમ કરે છે અને અમારા ઘરમાં પહેલાથી જ ઘણા માળાઓ છે. અમે માટી અને લાકડામાંથી માળો બનાવીએ છીએ અને તેને ઘરે રાખીએ છીએ. જ્યારે મેં મારા પુત્રને આવા કાર્ડ બનાવવા વિશે વાત કરી, ત્યારે તે પણ ખૂબ જ ખુશ થઈ ગયો.
જયેશે રાજકોટના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પોતાના અને તેની બહેનના લગ્ન માટે આ અનોખા લગ્નનું કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું. આવા અનોખા લગ્ન કાર્ડ ડિઝાઇન કરવા પાછળનો હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. વેડિંગ કાર્ડમાંથી જો અડધા મહેમાનો પણ તેમાંથી માળો બનાવીને સુરક્ષિત જગ્યાએ રાખે તો અનેક પક્ષીઓને આશરો પણ મળશે.