viral video: પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બેડ પર જ બનાવી દીધી ઈંટોની દીવાલ, વિડીયો જોઈને તમે પણ હસી હસીને લોથ-પોથ થઈ જશો…

Story

સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ અવનવું વાઇરલ થયું હોય છે ત્યારે હાલમાં જ એક એવો વિડિઓ સામે આવ્યો છે જે તમે જોઈને માથું પકડી લેશો. લગ્નજીવનમાં ઝગડો સામાન્ય ઘટના છે. ભાગ્યે જ કોઈ કપલ એવું હશે કે જે લગ્નજીવનમાં ઝગડ્યું હોય. રીસામણા-મનામણા ચાલતા જ હોય છે પતિ-પત્ની ઘડીક ઝગડીને પછી ભેગા થઈ જતા હોય છે અને તેના તે જ પાછા સાથે સુતા હોય છે પરંતુ એક પતિ સાથે ઝગડો થતા એક પત્નીએ તો જરાક વધારે પડતું કરી નાખ્યું અને આ ઘટનાનો એક ફની વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં એક મહિલા પોતાના બેડની ઉપર ઈંટોની દિવાલ બનાવતી નજરે પડે છે. આ વીડિયો એટલો ફની છે કે તમે તેને જોઇને હસી પડશો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર થઈ રહેલા આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પત્ની બેડ પર ગુસ્સે થઈને બેઠી છે, પોતાની અને તેની બાજુમાં બેઠેલા પતિ વચ્ચે ઈંટની દિવાલ બનાવી રહી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલા ખરેખર આ દિવાલને મજબૂત કરવા માટે ઇંટ અને સિમેન્ટથી બનાવી રહી છે. સાથે જ આ જ રીતે બેઠેલો પતિ પણ પોતાની પત્નીને નારાજગી સાથે આવું કરતા જોઈ રહ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર મિયાં બીવીની આ ફાઇટનો વીડિયો રાઇજિંગ ડોટ ટેકિંગ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. લગભગ 8 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. સાથે જ મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જો તમે પણ આ વીડિયો જોવા માંગો છો તો નીચે આપેલી ઇન્સ્ટાગ્રામ લિંક પર ક્લિક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *