મન હોય તો માળવે જવાય કહેવત સાચી કરીને મહિલાએ તેની હસ્તકળા થી વિદેશમાં પણ ડંકો વગાડ્યો.

Story

મજબૂત મનના માણસને હિમાલય પણ રોકી શકતો નથી. આજે આપણે એક એવી સ્ત્રી વિશે વાત કરીશું જે આ કહેવતને સાર્થક કરે છે, જે ભણેલી નથી પણ તેની હસ્ત કળા બોલી રહી છે. આજે ભારતમાં વણાટ કળાને કારણે તેણે પગ જમાવ્યો છે અને વિદેશમાં બિઝનેસ કરીને પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે. તેમજ તેઓ શિક્ષિત અને સરકારી નોકરી કરતા પણ વધુ કમાય છે. તો ચાલો આજે જાણીએ તેમના વિશે વિગતવાર.

આજના યુગમાં શિક્ષણ ફરજીયાત બની ગયું છે. પરંતુ શિક્ષણ વિના આપણે કંઈ કરી શકતા નથી, તે વાત પાટણની એક મહિલાએ ખોટી સાબિત કરી છે. પાટણ જિલ્લાના છેવાડા અને રણકાંઠાને અડીને આવેલા સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના રહેવાસી ગૌરીબહેને તેમની ભરતકામની કળા દ્વારા વિશ્વભરમાં ઓળખ અને ખ્યાતિ મેળવી છે. ગૌરીબેન આજથી 30 વર્ષ પહેલા તેમના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા હતા. વર્ષો પહેલા પછાત વિસ્તારોમાં મહિલાઓને શિક્ષણ મેળવવા માટે કોઈ પ્રોત્સાહન નહોતું. જેના કારણે ગૌરીબેન શિક્ષણથી વંચિત રહી ગયા હતા. આ પછાત વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમણે કંઈક કરી બતાવાની અને સ્વરોજગારી મેળવવાના હેતુથી હાથથી ભરતકામ કરવાનું શરૂ કર્યું અને આ દ્વારા તેમને સારી રોજગારી મળવા લાગી.

આ કામમાં અન્ય મહિલાઓને પણ રોજગારી મળી રહે તે માટે ગામની 350 મહિલાઓને પણ ભરતકામની કળા સાથે જોડવામાં આવી હતી જેથી તેઓ પણ સ્વરોજગારી મેળવી શકે. આ કામના કારણે ગામની એક મહિલાને મહિને 6 થી 7 હજાર રૂપિયાની રોજગારી મળી રહી છે. રંગબેરંગી દોરાઓ વડે હાથ વડે વણીને કપડાં પર કરવામાં આવેલી સુંદર કલાની વિદેશોમાં પણ પ્રશંસા થઈ હતી. ગૌરીબેને પણ વિશ્વના મંચ પર વિવિધ દેશોની મુલાકાત લઈને કલાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. ગૌરી બેન પાસે શિક્ષણનો અભાવ હોવા છતાં, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ, સિડની, આફ્રિકા અને ઇટાલી સહિતના ઘણા દેશોમાં ભારત વણાટ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને રોજગાર મેળવવાની સાથે સાથે કલાને વિશ્વના મંચ પર લઈ જવાના પ્રયાસો કર્યા છે.

ગૌરીબેનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તરફથી બેસ્ટ હેન્ડીક્રાફ્ટનો એવોર્ડ પણ મળ્યો છે. તે શાહરૂખ ખાન સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારોને પણ મળ્યા છે. તેમણે ઘણા દેશોની પ્રતિભાશાળી વ્યક્તિઓના ઈન્ટરવ્યુ પણ લીધા છે. ગૌરીબેન કુર્તો, ચણીયા ચોલી, વોલપીસ, પુશન કવર સહિતના કપડા પર હસ્તકલા બનાવે છે, દેશ-વિદેશમાં અનેક વસ્તુઓનું વેચાણ કરે છે. સાથે સાથે ગામની અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.