ગુજરાત નું આ શહેર બન્યું વિશ્વનું પહેલું શાકાહારી શહેર કે જ્યાં માંસ પર છે સંપૂર્ણ પ્રતિબંધ

News

ભારતના દરેક રાજ્યની એક અલગ પરંપરા છે. આ પરંપરાઓ અને રિવાજોના કારણે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ બની જાય છે. એવું પણ માનવામાં આવે છે કે દર 10 કિલોમીટરે ભારતમાં ફેરફાર જોવા મળે છે. કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જેનું પરિવર્તન સમગ્ર વિશ્વમાં એક અલગ ભારતની ઓળખ બનાવે છે. તેમાંથી ગુજરાત એક એવું રાજ્ય છે જેના વિશે સૌ કોઈ જાણે છે. આ રાજ્યમાં એકમાત્ર શહેર છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે.

જી હા, અમે પાલિતાણા શહેરની વાત કરી રહ્યા છીએ. આ એક એવું શહેર છે જે સંપૂર્ણપણે શાકાહારી છે. આ શહેરમાં માંસ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન આવતો જ હશે કે આવું કેમ થયું. શું આ સ્થળોએ માંસ ખાનારા લોકો નથી? ચાલો તમારા દરેક પ્રશ્નનો જવાબ આ લેખ દ્વારા આપીએ.

ગુજરાતના પાલિતાણા શહેરમાં મોટી સંખ્યામાં જૈન મંદિરો આવેલા છે. વર્ષ 2014માં 200 થી વધુ જૈન સાધુ-સંતોએ ભૂખ હડતાળ કરી હતી. તેમણે સરકાર પાસે પશુઓની હત્યા પર રોક લગાવા અને વહેલી તકે કતલખાના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી.

આ હડતાળ જોઈને સરકારને પણ ઝુકવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ શહેર ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. અહીં શત્રુજયની ટેકરીઓ છે. આ શહેરમાં લગભગ 1000 થી વધુ જૈન મંદિરો છે.

અહીં જૈન ધર્મના લોકોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, જૈન સાધુઓની લાંબા સમયથી માંગ હતી કે, આ શહેરમાં માંસ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત સ્વીકારી. આ સાથે કડક કાયદો બનાવવામાં આવ્યો હતો અને આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકોને સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પાલિતાણા વિશ્વનું પ્રથમ શાકાહારી શહેર પણ બન્યું છે.

ગુજરાતના પાલિતાણા શહેરમાં સુંદર પર્વતોની શ્રેણીમાં વસેલું છે. અહીં જૈન ધર્મના અનુયાયીઓ માટે કેન્દ્ર માનવામાં આવે છે. અહીં ઘણા મંદિરો છે જે મુખ્યત્વે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથને સમર્પિત છે. આ સૌથી મોટું ચૌમુખ મંદિર છે, આ સિવાય કુમારપાળ, સમપ્રતિ રાજ, વિમલ શાહ મંદિર પણ અહીં જ છે. મંદિરોની વાસ્તુકલા જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આરસપહાણના પથ્થરોથી બનેલું આ મંદિર તેની વાસ્તુકલા વિશે એક અલગ છાપ છોડે છે. 11મીથી 12મી સદી દરમિયાન અહીં જૈન મંદિરોનું નિર્માણ થયું હતું. એવું માનવામાં આવે છે કે અહીં ઋષિ-મુનિઓને મોક્ષની પ્રપ્તિ થઈ હતી, તેથી પાલિતાણાને જૈન અનુયાયીઓ માટે સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે.

જો તમે આ શહેરની મુલાકાત લેવા માંગતા હો, તો પાલિતાણા ગુજરાતમાં ભાવનગરથી 50 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. અહીં હવાઈ અને રેલ માર્ગ દ્વારા જઈ શકાય છે. સૌથી નજીકનું એરપોર્ટ ભાવનગર છે, જે પાલિતાણાથી લગભગ 62 કિલોમીટર દૂર છે. આ સાથે તમે વડોદરા કે અમદાવાદથી ટ્રેન કે બસ દ્વારા પણ અહીં પહોંચી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *