વિચિત્રઃ આ પ્રાણી સંગ્રહાલયમાં છે “અડધો શિયાળ અને અડધો માનસ’, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

ajab gajab

દુનિયામાં ઘણી એવી અજીબ વસ્તુઓ છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ થાય જાય છે. તેવી જ રીતે કેટલાક મનુષ્યો એવા છે જેમના શરીરની રચના આશ્ચર્યજનક છે. તેમાંથી કેટલાક જન્મથી જ વિચિત્ર લાગે છે તો કેટલાક લોકોનું મનોરંજન કરવા માટે પોતાના શરીરને અનોખી રીતે બનાવે છે. તમે વિદેશોમાં ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો પોતાના કદ ચહેરાને એવી રીતે બનાવે છે કે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની શકે. હવે આ એપિસોડમાં આજે આપણે એક એવી વ્યક્તિ વિશે જાણીશું જે “અડધુ માનવ-અડધુ શિયાળ” છે. હા સાંભળવામાં ખૂબ જ અજીબ લાગે છે કે આવું માત્ર ફિલ્મોમાં જ બને છે અથવા તો કોઈ વાર્તાનું પાત્ર હોઈ શકે છે. પરંતુ આ અનોખી દુનિયામાં બધું જ શક્ય છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આવી વિચિત્ર વ્યક્તિ દુનિયામાં બીજે ક્યાંય નથી. આવો જાણીએ તેમના વિશે.

મુમતાઝ મહેલ ઝૂ કરાચી પાકિસ્તાનમાં આવેલું છે. આ પ્રાણી સંગ્રહાલયમાં “અડધા શિયાળ-અડધા માનવ” શરીર સાથે આ અનોખું વ્યક્તિઓ રહે છે. આ અનોખા વ્યક્તિને જોવા માટે દરરોજ સેંકડો લોકો પ્રાણી સંગ્રહાલયમાં આવે છે. કેટલાક લોકો એવા છે જે ફક્ત તેમને જોવા માટે જ પ્રાણી સંગ્રહાલયમાં આવે છે. જો કે તેમને જોયા પછી ઘણા લોકો ડરી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જન્મથી જ આવું નથી હોતું. તે એક સામાન્ય માણસ પણ છે તેના દેખાવ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. વાસ્તવમાં “અડધૂ શિયાળ અને અડધું માનવ” ના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત આ વ્યક્તિનું નામ છે મુરાદ અલી.

આ દરમિયાન મુરાદ અલી તેને મળવા આવનાર લોકોને પોતાનું ભાગ્ય પણ કહે છે. તેને જોવા આવતા લોકો તેની સાથે તેના ફોટા પણ ક્લિક કરાવે છે. જ્યારે નવા આવનારાઓ તેને જોવા આવે છે ત્યારે તેઓ વિચારે છે કે તે ખરેખર “અડધૂ શિયાળ અને અડધો માનવ” છે. જો કે આ સાચું નથી આ માત્ર લોકોના મનોરંજન માટે બનાવવામાં આવેલ એક પાત્ર છે.

મુરાદ અલી તેમના પરિવારની બીજી પેઢી છે જે આવું કામ કરે છે. હા આ પહેલા મુરાદ અલીના પિતા આ પ્રાણી સંગ્રહાલયમાં “અડધો શિયાળ અને અડધો માનવ” તરીકે બેસતા હતા. તેમના મૃત્યુ પછી હવે મુરાદ અલી આ કામને આગળ વધારી રહ્યા છે. મુરાદ એ જ જગ્યાએ 12 કલાક સુધી એક જ પોઝમાં બેઠા રહે છે. આ દરમિયાન તેમનું માથું શિયાળના ધડ પાસે હોય છે અને બાકીનું શરીર ટેબલની નીચે છુપાયેલું હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં “અડધા શિયાળ અને અડધા માનવ” જોવા માટે 10 રૂપિયાની ટિકિટ પણ લગાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.