દૂધ પીવાને લઈને અનેક પ્રકારની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે શું તમે પણ આ વાત માની રહ્યા છો?

Story

શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ લોકોને પૌષ્ટિક અને સ્વસ્થ આહારનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધ પીવું હંમેશા તંદુરસ્ત આહારની આદત સાથે સંકળાયેલું છે. બાળપણથી જ લોકોને એકંદર સ્વાસ્થ્ય માટે દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. કેલ્શિયમની સાથે દૂધમાં બીજા પણ ઘણા પોષક તત્વો હોય છે, જે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે. વર્ષોથી દૂધ પીવાને લઈને સમાજમાં ઘણી માન્યતાઓ અને ખોટી માહિતીઓને ફેલાવવામાં આવી છે. લોકો વારંવાર ફરિયાદ કરે છે કે દૂધ આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું નથી, તો બીજી તરફ દૂધની બધી જ પ્રોડક્ટ્સ જેમ કે ચીઝ, દહીં વગેરે આંતરડાને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટના મતે આપણે ખાણી-પીણી વિશે વર્ષોથી ચાલી આવતી ઘણી બધી ખોટી માન્યતાઓ સ્વીકારી લઈએ છીએ, આવી સ્થિતિમાં કાં તો શરીરને ફાયદો થાય તેવી વસ્તુનું સેવન બંધ કરી દેવામાં આવે છે અને જે શરીર ને નુકસાનકારક વસ્તુઓનું વધુ સેવન કરવાનું શરુ કરીએ છે એટલા માટે આપણી પાસે સાચી માહિતી હોવી જરૂરી છે. અને દૂધ પીવા વિશેની આવી જ કેટલીક માન્યતાઓ અને તેના સાચી વિશેષતા વિશે જાણો.

જો કોઈ તમને કહે કે એક ગાયનું દૂધ જ માત્ર સ્વસ્થ સ્વરૂપ માટે સારું છે, તો આ અંગે વિચારવાનું બંધ કરીને વિવિધ પ્રકારના દૂધ જેવા કે ઓટ મિલ્ક, કોકોનટ મિલ્ક, સોયા મિલ્ક વગેરે પણ એટલા જ સ્વસ્થ અને પૌષ્ટિક માનવામાં આવે છે. દૂધની ઘણી જાતો પણ છોડ આધારિત હોય છે, જે શાકાહારીઓમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સોયા મિલ્ક જેવા દૂધના પ્રકારને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.

દૂધ પીવાથી કફ થાય એવી ખોટી માન્યતા છે. અભ્યાસો દ્વારા જાણવામાં આવ્યું છે કે દૂધમાં એક રચના છે જે કેટલાક લોકોને એવું અનુભવી શકે છે કે તે તેમની લાળને ઘટ્ટ કરી દે છે, પરંતુ એવા કોઈ પુરાવા નથી કે તે કફ ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે દૂધ પીએ છીએ, ત્યારે તે લાળ સાથે ભળે છે અને તમને વધુ ચીકણું લાગે છે. પણ તેને કફ ગણવામાં આવતો નથી. એ વાત સાચી છે કે દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે હાડકાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. જો કે, હાડકાના સ્વાસ્થ્ય માટે તે સંપૂર્ણપણે જવાબદાર છે તેવો દાવો એક સંપૂર્ણ દંતકથા છે. પાલક, કઠોળ, બદામ, વગેરે જેવા વિવિધ ખાદ્ય સ્ત્રોતો શરીરને કોઈપણ ડેરી ઉત્પાદનો જેટલું જ કેલ્શિયમ પ્રદાન કરી શકે છે.

ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું હશે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે, એવું માનીને કે લોકો ઘણીવાર એક સમયે ખોરાકને બદલે માત્ર દૂધ પીયને જ રહે છે જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આવું કરવું તમારા માટે યોગ્ય નથી. દૂધ વિવિધ મહત્વપૂર્ણ પોષક તત્વોનો સ્ત્રોત બની શકે છે, પરંતુ તે તમારા શરીરની તમામ પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું નથી. શરીરને ઘણા પોષક તત્વોની પણ જરૂર પડતી હોય છે જે દૂધમાં નથી મળતા, તેથી તેને સંપૂર્ણ આહાર ગણી શકાયતો નથી.

અમર ઉજાલાની હેલ્થ અને ફિટનેસ શ્રેણીમાં પ્રકાશિત થયેલા તમામ લેખો ડોકટરો, નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. લેખમાં દર્શાવેલ હકીકતો અને માહિતી અમર ઉજાલાના વ્યાવસાયિક પત્રકારો દ્વારા ચકાસવામાં આવી છે. આ લેખ તૈયાર કરતી વખતે તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું છે. સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિમાં વધારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. અમર ઉજાલા લેખમાં આપવામાં આવેલી માહિતી માટે દાવો કરતું નથી કે કોઈ જવાબદારી લેતું નથી. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ સંબંધિત રોગ વિશે વધુ વિગતો માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી.

Leave a Reply

Your email address will not be published.