બસમાં સફર કરવા માટે પૈસા પણ નહોતા અને આજે છે કરોડનો માલિક, જાણો હાર્દિક પંડીયાની ખાસ વાતો…

Story

આપણે બધા જાણીએ છીએ કે હાર્દિક પંડ્યા એ ક્રિકેટ જગતમાં એક અલગ નામ બનાવ્યું છે, તેણે તેની ઉત્તમ બેટિંગ અને બોલિંગ થી સામેની ટીમને પરસેવો પડાવી દીધો છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્દિકની શરૂઆતમાં આવી જિંદગી નહોતી. પહેલા તેણે ગરીબીમાં સમય પસાર કરવો પડ્યો હતો.

હાર્દિકે એવા પણ દિવસો જોયા છે, જ્યારે તેને બે ટંક ભોજન કરવા માટે પૈસા નહોતા. હા, હાર્દિકે શરૂઆતમાં ખૂબ જ ખરાબ દિવસો સામનો કર્યો છે. હાર્દિકે આવામાં પિતાની મદદ કરવા ફક્ત 300 રૂપિયા માટે ટૂર્નામેન્ટ્સ રમવા જતો હતો. તે વખતે તેને ક્રિકેટ વિશે કઈ જ ખબર નહોતું. જોકે તમને જણાવી દઈએ કે આ સમગ્ર વાર્તા ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા વર્ણવવામાં આવી છે.

હાર્દિકનો જન્મ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો. તેનો જન્મ 11 ઓક્ટોમ્બર 1993ના રોજ થયો હતો. હાર્દિકના પિતાને ફાયનાન્સ નો ધંધો હતો. આ સિવાય હાર્દિક ને અભ્યાસમાં કોઈ જ રસ નહોતો. તેની વિરુદ્ધ તેને ક્રિકેટમાં સારું એવું જ્ઞાન હતું. જેને પારખીને તેના પિતાએ તેને ક્રિકેટ ક્લાસમાં ભરતી કરી દિધો હતો.

હાર્દિકે તેનો બાળપણનો જન્મ ક્રિકેટ શીખવા માટે પસાર કર્યું હતું. જોકે અચાનક તેમના પરિવારમાં આર્થિક સંકડામણ શરૂઆત થઈ ગઈ હતી અને પિતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. આ બધી જ પરિસ્થિતિ નો સામનો કરવા છતાં તેણે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઓછો કર્યો નહોતો. આવામાં તેણે પરિવારની મદદ કરવા માટે 300 રૂપિયાની મેચ રમવા માટે પણ તે જતો હતો.

વર્ષ 2016માં આપેલા એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે હું અને મારો ભાઈ શરૂઆતી દિવસોમાં ફક્ત 5 રૂપિયાની મેગી ખાઈને દિવસો પસાર કરતા હતા. તે વખતે અમારી પાસે ગરમ પાણી પણ નહોતું. જે અમે માળી પાસે લાવતા હતા. તે વખતે અમારી પાસે બસમાં મુસાફરી કરવા માટે 5 રૂપિયા પણ નહોતા. અમે બપોરના ભોજનમાં ફક્ત નાસ્તો કરતા હતા અને ત્યારબાદ સીધું રાત્રિભોજન કરતા હતા.

IPLની 2015 ની સીઝનમાં તેણે 8 બોલમાં 21 રન બનાવ્યા અને ત્રણ નિર્ણાયક કેચ પકડ્યા, કેમ કે મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટથી કારમી હાર આપી હતી પછી એક અજાણ્યા છોકરાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ પ્રથમ ક્વોલિફાયર પછી સચિન તેંડુલકરે હાર્દિકને તેની જોડે બોલાવ્યો હતો અને જણાવ્યું હતું કે તે આગામી 18 મહિનામાં ટીમ ઈન્ડિયા બાજુથી પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published.