આ 5 કલાકારોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ બનવાનો મોકો આપ્યો હતો, ના પાડીને કરી નાખી મોટી ભૂલ!

Story

જાણીતો ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક કિરદારો ખૂબ જ જાણીતા થયા છે. એમાં પણ દિલીપ જોશીએ તો જેઠાલાલના કિરદારને જીવંત કરી દીધો છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ રોલ માટે દિલીપ જોશી પહેલી પસંદ નહોતા. તેમના પહેલા આ પાંચ એક્ટર્સને રોલ ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી.

રાજપાલ યાદવ:
પોતાની કૉમેડીથી લોકોને હસાવતા રાજપાલ યાદવને જેઠાલાલ બનવાનો મોકો મળ્યો હતો, પરંતુ પોતાના વર્ક કમિટમેન્ટના કારણે તેઓ આ રોલ ન કરી શક્યા. તેઓ પોતાના બોલીવુડ કરિયર પર ફોકસ કરવા માંગતા હતા.

કીકૂ શારદા:
ધ કપિલ શર્મા શોમાં નજર આવતા કીકૂ શારદાને પણ જેઠાલાલનો રોલ ઑફર થયો હતો. પરંતુ કપિલ શર્મા શોમાં વ્યસ્ત હોવાથી તેમણે ઑફર રીજેક્ટ કરી હતી.

યોગેશ ત્રિપાઠી:
ભાબીજી ઘર પે હૈ અને હપ્પૂ કે ઉલટન પલટનમાં નજર આવતા યોગેશ ત્રિપાઠીને જેઠાલાલનો રોલ કરવા માટે ઑફર આપવામાં આવી હતી, પરંતુ તેઓ એકસાથે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરવા નહોતા માંગતા એટલે તેમણે ના પાડી દીધી.

એહસાન કુરૈશી:
સ્ટેન્ડ અપ કોમિક એહસાન કુરૈશીને પણ જેઠાલાલનો રોલ ઑફર કરાયો હતો.પરંતુ તેણે જેઠાલાલનો રોલ કરવાની ના પાડી દીધી હતી.

અલી અસગર:
કપિલ શર્માની ઓન સ્ક્રીન દાદી એટલે કે અલી અસગરને પણ જેઠાલાલનો રોલ ઑફર થયો હતો. પરંતુ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે રોલ રીજેક્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *