બોલિવૂડની આ અભિનેત્રીઓ છે રાજા-મહારાજની સંતાન, રાજવી પરિવારમાં જન્મ થવાથી જીવે છે રાજકુમારી જેવી જિંદગી

Bollywood

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની ફેન ફોલોઇંગ ખૂબ વધારે હોય છે. લોકો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી તેમની ફિલ્મો, ફોટો અને વીડિયોને ખૂબ પ્રેમ આપે છે. તેની સામે આ અભિનેત્રીઓએ પણ પોતાની એક ઓળખ બનાવવા માટે સખત મહેનત કરી છે. પરંતુ શું તમે બોલીવુડની  એવી અભિનેત્રીઓ વિશે જાણો છો જે રાજવી પરિવારમાંથી આવે છે? જો નથી જાણતા, તો ચાલો અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું.

સોહા અલી ખાન:- બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાનને કોણ નથી ઓળખતું. સોહા એક અભિનેત્રી હોવાની સાથે કાયદેસર રીતે રાજકુમારી પણ છે. સોહાના દાદા ઇફ્તીકાર અલી ખાન પટૌડી વંશના આઠમા નવાબ હતા. અને તેની દાદી સાજીદા સુલતાન ભોપાલની બેગમ હતી.

સાગરિકા ઘાટગે:- વિજયસિંહ ઘાટગેની પુત્રી સાગરિકા ઘાટગે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. સાગરિકા કોલ્હાપુરના શાહી કહલ પરિવારમાંથી આવે છે. અભિનેત્રી હોવા સાથે સાગરિકા ભારતીય ક્રિકેટર ઝહીર ખાનની પત્ની પણ છે.

કિરણ રાવ:- બોલીવુડ અભિનેતા આમિર ખાનની બીજી પત્ની અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક કિરણ રાવ પણ એક રાજવી પરિવારમાંથી આવે છે. તેમના દાદા વાનાપાર્થીના રાજા હતા. તમને અહીં એ પણ જણાવી દઈએ કે વાનાપાર્થી હવે તેલંગાના રાજ્યમાં છે. કિરણ રાવ અદિતિ રાવ હૈદરીની બહેન થાય છે.

અદિતિ રાવ હૈદરી:- અદિતિ રાવ હૈદરીના નાના જે.રામેશ્વર રાવ વાનાપર્થી રાજ્યના રાજા હતા. જ્યારે અદિતિના દાદા મહંમદ સાલેહ અકબર હૈદરી હતા. અદિતિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે, પરંતુ ખુબજ ઓછા લોકોને ખબર છે કે તે એક રાજવી પરિવારમાંથી આવે છે.

રિયા અને રાયમા સેન:- રિયા અને રાયમા સેન બંને બહેનો છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. કહેવામાં આવે છે કે તેની નાની કૂચ બિહારની રાજકુમારી હતી, અને તેની દાદી બરોડાના રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પુત્રી હતી.

ભાગ્યશ્રી:- બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે ‘મૈં પ્યાર કિયા’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીને તમે જાણતા જ હશો. જોકે, તેઓ પણ શાહી પરિવારમાંથી આવે છે. ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના શાહી પટવર્ધન પરિવારની છે. ભાગ્યશ્રીના પિતા રાજા શ્રીમંત વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધન સાંગલીના રાજા છે.

મનીષા કોઈરાલા:- બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવારની છે. બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપનાર મનીષા કોઈરાલા નેપાળના રાજકારણમાં પણ રહી ચુકી છે. તેમના દાદા અને બે કાકાઓ પણ નેપાળના વડા પ્રધાન રહી ચુક્યા છે, જ્યારે મનીષાના પિતા નેપાળના પર્યાવરણ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.