આ 90 વર્ષની દાદીના પોટલી પર્સ બનાવીને કરી રહી છે ઓનલાઈન બિઝનેસ, તેના પર્સ વિદેશમાં પણ વેચાય છે, જાણો તેમની સફર વિષે…

Story

90 વર્ષની મહિલા કે જેમનું નામ લતિકા ચક્રવર્તી છે તેઓ અસમના રહેવાસી છે, તેઓ પોતાના વેપારને લીધે ચર્ચામાં છે. સૌથી ખાસ વાત એ છે કે તેમણે આ વેપાર ફક્ત 2 વર્ષ પહેલા જ શરૂ કર્યો હતો. લતિકા ચક્રવર્તી પોતાના 66 વર્ષ જૂના મશીનથી પોતે જ એક પોટલી બનાવે છે અને તેને તેઓ ઓનલાઈન વેચે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ બેગ એ ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે.

લતિકા ચક્રવર્તીને શરૂઆતથી જ સીવણ ભરતકામનો ખૂબ શોખ હતો. જ્યારે તેના બાળકો નાના હતા ત્યારે તે પોતાના હાથથી તેમના માટે કપડાં સીવતા હતા. જ્યારે તેમના બાળકો મોટા થયા, ત્યારે તેઓએ કપડાની થેલીઓ અને ઢીંગલી બનાવવાનું શરૂ કર્યું. લતિકા ચક્રવર્તી ઘણીવાર ખાસ પ્રસંગોએ પરિવારના સભ્યોને પોતાના હાથથી બનાવેલી વસ્તુઓ ગિફ્ટ કરતી હતી, જે લોકોને ખૂબ જ પસંદ આવતી હતી.

લતિકાની વહુએ તેમને 2 વર્ષ પહેલા આ પોટલી બનાવી વેચવા માટે સૂચન કર્યું, એ પછી તેઓ પોટલી બેગ બનાવવાની શરૂઆત કરી, પણ તેને માર્કેટ સુધી મોકલવાની જરું હતી. એવામાં તેમના દીકરાએ તેમને મદદ કરી અને તેમની માટે એક વેબસાઇટ ડિઝાઇન કરી અને પ્રમોશન કરવામાં મદદ કરી. ધીરે ધીરે તે બેગ ખૂબ લોકપ્રિય થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે લતિકા ચક્રવર્તીના પતિ સર્વે ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા, જેના કારણે તેમને દેશના ઘણા શહેરોમાં રહેવાની તક મળી છે. તે દરેક શહેરમાં કંઈક નવું ખરીદતી હતી. આ કારણોસર, તેમની પાસે દેશના મોટાભાગના શહેરોની સાડીઓ અને સૂટ છે. ઉંમરના આ તબક્કે લતિકા ચક્રવર્તીને હવે આ સાડીઓ પહેરવાની તક ઓછી મળે છે. તેથી તેને કાઢી નાખવાને બદલે, તેણે તેમાંથી બેગ બનાવવાનું નક્કી કર્યું.

લતિકાએ દરેક શહેર પાસેથી અમુક ડિઝાઇન શીખી અને તેનો જ પ્રયોગ કરીને ટે હવે ડિઝાઇન તૈયાર કરે છે. તેમના હાથથી બનાવવામાં આવેલ દરેક પોટલી તેમના જૂના કપડાં જેમાં ડ્રેસ અને સાડીનો જ ઉપયોગ કરે છે. તેમના આ કામમાં તેમની વહુ પણ તેમને મદદ કરે છે.

90 વર્ષીય લતિકા ચક્રવર્તી દ્વારા બનાવવામાં આવેલી બેગ ભારતમાં તેમજ જર્મની, ઓમાન અને ન્યુઝીલેન્ડ જેવા ઘણા દેશોમાં ખરીદવામાં આવે છે. તે ઘણા દિવસોમાં બેગ બનાવવામાં એક્ટિવ છે, તેથી જ તે તેની કિંમત વધારે રાખે છે. તેમની વેબસાઈટ પર દરેક બેગની કિંમત $10 રાખવામાં આવી છે, જેમાંથી ઘણી અત્યાર સુધી વેચાઈ ચૂકી છે. લતિકા ચક્રવર્તી ખૂબ જ સ્ટાઇલિશ અને ફિનિશિંગ ટચ સાથે બેગ બનાવે છે અને તેના દ્વારા બનાવેલી બેગની સમગ્ર વિશ્વમાં માંગ છે.

Leave a Reply

Your email address will not be published.