ટાટા ગ્રુપનો આ ઓટો શેર 44% વળતર આપી શકે છે, ‘બિગ બુલ’ રાકેશ ઝુનઝુનવાલાએ પણ કર્યું રોકાણ

Business

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયાભરની શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. તેની અસર ભારતીય માર્કેટ પર પણ પડી છે. તેવામાં જો તમે તમારા પોર્ટફોલિયો માટે કોઈ દમદાર સ્ટોક શોધી રહ્યાં છો તો ટાટા ગ્રુપનો ઓટો શેર ટાટા મોટર્સ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બ્રોકરેજ હાઉસ શેરખાને ફન્ડામેન્ટલની નજરથી પોતાના લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આઇડિયામાં ટાટા મોટર્સને સામેલ કર્યો છે. આ શેરમાં 12 મહિનાથી વધુ સમય માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. ટાટા મોટર્ગ, બજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે. ઝુનઝુનવાલાએ 2021 ક્વાર્ટર દરમિયાન ટાટા મોટર્સમાં 25 લાખ નવા શેર ખરીદ્યા હતા. કંપનીમાં તેમનું હોલ્ડિંગ વધીને 1.18 ટકા થઈ ગયું છે.

Tata Motors: 610 રૂપિયાનો ટાર્ગેટ
બ્રોકરેજ હાઉસ શેરખાને ટાટા મોટર્સ પર ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 610 રૂપિયા રાખી છે. આ ટાર્હેટ બહ રોકાણ માટે ટાઇમ ફ્રેમ 12 મહિનાથી વધુની છે. 16 માર્ચ 2022ના ટાટા મોટર્સના શેરનો ભાવ 425 રૂપિયા રહ્યો હતો. આ રીતે રોકાણકારોને પ્રતિ શેર 185 રૂપિયા કે આશરે 43 ટકાનું રિટર્ન મળી શકે છે. પાછલા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં આશરે 44 ટકાની તેજી છે.

મહત્વનું છે કે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું માર્કેટ શેર વધ્યું છે. કંપની નવા-નવા મોડલ ઉતારી રહી છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ પર પણ કંપનીનું ફોકસ છે. હજુ ઘરેલૂ બજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું માર્કેટ સૌથી વધુ છે.

રાકેશ ઝુનઝુનવાલાની પાસે 1.2 ટકા શેર
બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને ટાટા ગ્રુપના આ શેર પર લાંબા સમયથી વિશ્વાસ યથાવત છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં પણ 25 લાખ નવા શેર ખરીદ્યા હતા. ટ્રેડલાઇન પ્રમાણે ઝુનઝુનવાલાની પાસે ટાટા મોટર્સના 1.2 ટકા (39,250,000 ઇક્વિટી શેર) હોલ્ડિંગ છે. તેની વર્તમાન વેલ્યૂ 1698 કરોડ રૂપિયા છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં હાલ 37 શેર સામેલ છે, જેની નેટવર્થ 33,391.4 કરોડ રૂપિયાથી વધુ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ દ્વારા આપવામાં આવી છે. આ ગુજરાત ઓફિશ્યિલ ના વિચાર નથી. રોકાણ પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

Leave a Reply

Your email address will not be published.