આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે તાજેતરમાં એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો અત્યાર સુધીમાં 50 લાખ લોકોએ જોઈ લીધો છે આ વાત જાણી તમને પણ થશે કે એવું તો શું છે આ વીડિયોમાં કે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે ત્યારે અમે તમને જણાવીશું કે આ વીડિયોમાં શું ખાસ છે.
આપણે જે વિડિયોની વાત કરવા જઈ રહ્યા છે તેમાં એક પાન કે જેની કિંમત એક લાખ રૂપિયા છે તે પાન બનાવવામાં આવી રહ્યું છે વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાન ની કિંમત એક લાખ રૂપિયા છે નાગપુરમાં આ પાન વાળો ખૂબ ફેમસ છે પાનવાળા પાસે અનેક પ્રકારના પાન છે જેની કિંમત 5000 10000 અને એક લાખ સુધીની છે તમને જાણીને નવાઈ લાગશે કે તેનું સૌથી કીમતી પાન એક લાખ રૂપિયા સુધીનું છે.
પાનની દુકાન પર એક વ્યક્તિએ એક લાખ રૂપિયા નું પાન બનાવડાવ્યું આ પાનમાં અનેક પ્રકારની ચીજ વસ્તુઓ ડ્રાયફ્રુટ અને ધાતુ પત્ર અને ચંદન પણ નાખવામાં આવ્યુ જે વીડિયોમાં આપ જોઈ શકશો એક ખાસ વાત એ છે કે આ પાન વાળો તેની પાન બનાવવાની અનોખી રીત ધરાવે છે ત્યારે લોકો પાનવાળો વિડીયો જોઈને અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે આ અંગે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.
જોવા મળે છે કે જે વ્યક્તિએ પાન બનાવડાવ્યું તેને પાનવાળા એ પોતાના હાથે અડધુ પાન ખવડાવ્યું હતું હતુ અને અડધુ પાન પાર્સલ કરી આપ્યું હતું. જ્યારે પાન ખરીદનાર વ્યક્તિ આ પાન ખાઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો અને હોંશે હોંશે એક લાખ રૂપિયાનું પેમેન્ટ પાન વાળા ને ચૂકવ્યું હતું આપણે જે પાન વાળા ની વાત કરી રહ્યા છીએ તે પાનની દુકાન મહારાષ્ટ્ર નાગપુર માં આવેલી છે જ્યારે આ સ્પેશિયલ પાનું નામ કોહિનૂર પાન કહેવામાં આવી રહ્યું છે.