સોશિયલ મીડિયા પર દર બીજા દિવસે એવો વીડિયો વાયરલ થાય છે જેના વડે કોઈ વ્યક્તિ સ્ટાર બની જાય છે. કોઈ પોતાની ડાંસિંગ સ્કિલના કારણે તો કોઈ અન્ય ટેલેન્ટના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા એવી જગ્યા છે જે કોઈ વ્યક્તિને રાતોરાત સ્ટાર બનાવી શકે છે. અહીં કોઈપણ વ્યક્તિ પ્રખ્યાત થઈ શકે છે. હાલ આવા જ એક ટેલેન્ટેડ વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હાલ અનેક ફુડ બ્લોગર્સ સ્ટ્રીટ ફુડના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમાંથી કેટલાક સ્ટ્રીટ ફુડ વીડિયોમાં લોકોનું ટેલેન્ટ જોઈ વ્યુવર્સ ખુશ થઈ જાય છે. આજે તમને આવા જ એક સ્ટ્રીટ ફુડ વેંડર વિશે જણાવીએ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
જે સ્ટ્રીટ ફુડ વેંડર વિશે વાત કરી રહ્યા છે તેનું ટેલેન્ટ છે કે તે ઓમલેટમાં તેલ કે ઘી નાખ્યા વિના તેને બનાવે છે. સૌથી મોટી આશ્ચર્ય કરાવે તેવી વાત એ છે કે આ વ્યક્તિ ઓમલેટ બનાવવા માટે પાણીનો ઉપયોગ કરે છે. આ સ્ટ્રીટ ફૂડ વેંડર દિલ્હીનો છે. આ વીડિયોમાં તમે જોઈ પણ શકો છો કે તે પાણી વડે ઓમલેટ બનાવે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલ્હીનો આ સ્ટ્રીટ વેંડર પાણીથી જોરદાર રીતે ઓમલેટ બનાવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટ્રીટ વેંડર બે ઈંડાની ઓમલેટ બનાવવા માટે પહેલા ઝીણી ડુંગળી, નમક, મરચું, મસાલા બધું લે છે અને તેને બરાબર ફેંટે છે. ત્યારબાદ તે પેનમાં પાણી ઉમેરી આ પેસ્ટને તેમાં રેડી દે છે. ત્યારબાદ આ વ્યક્તિ પાણી ઉમેરી ઓમલેટ બનાવે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓમલેટ સ્વાદિષ્ટ બને તે માટે તેમાં સ્ટ્રીટ ફુડ વેંડર ધાણા, ટામેટા ઉમેરી ઓમલેટને ધીરેથી પલટે છે અને તેને બરાબર બંને તરફ પકાવે છે. ત્યારબાદ તે પાણીવાળી ઓમલેટ સર્વ કરે છે. તેના ઉપર ચટણી અને ધાણા ઉમેરી ગ્રાહકને આપે છે.
આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે અને લોકો ઓછા તેલ અને ઘી વાળી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. લોકો પોતાની લાઈફસ્ટાઈલ અને ડાયટમાંથી ઓઈલી ફુડને દુર કરવા લાગ્યા છે. તેવામાં સ્ટ્રીટ ફુડ વેન્ડર્સ પણ નવા નવા અખતરાં કરે છે.