ચિતા જેવો શર્ટ પહેરીને બેઠેલો આ બાળક આજે છે, બોલિવૂડનો સુપર સ્ટાર..!ઓળખી શક્યા કે નહીં ?

Story

તમે ભલે બોલિવૂડની ફિલ્મોના દીવાના હોય પરંતુ પોતાના પ્રિય સ્ટારની એક ઝલકથી પણ તેને ઓળખી શકો છો. પરંતુ ઘણા સ્ટાર્સ એવા છે જેની નાનપણના ફોટો તમે જોશો તો તેને ઓળખી શકશો નહીં. કેટલાક બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેને નાનપણમાં ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. આ ફોટોને જ જોઈએ લો… આ ફોટોમાં લેપર્ડ પ્રીન્ટનો શર્ટ પહેરીને જે બાળક બેઠો છે તેને તમે ઓળખી શકો છો ?

જો તમને આ બાળકનો ફોટો જોઈ તેને ઓળખવાનું કહેવામાં આવે તો તમે કદાચ આ કરવામાં ફેલ થઈ જશો. આજે આ બાળક બોલિવૂડનો સુપરસ્ટાર બની ગયો છે. એટલું જ નહીં તેના લગ્ન પણ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી સાથે થયા છે.

જે બાળકના ફોટો વાયરલ થયા છે તે અન્ય કોઈ નહીં અભિનેતા વિક્કી કૌશલ છે. વિક્કી કૌશલે બોલિવૂડમાં અલગ જ ઓળખ ઊભી કરે છે. રાઝી, ઉરી જેવી ફિલ્મો કરી તેણે પોતાના ઉત્તમ અભિનયનો પરીચય કરાવ્યો છે.

વિક્કી કૌશલના લગ્ન બોલિવૂડની સુંદર અભિનેત્રી કૈટરીના કૈફ સાથે થયા છે. તેઓ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને 9 ડિસેમ્બર 2021ના રોજ બંનેએ લગ્ન કર્યા. લગ્ન ખૂબ ચર્ચામાં હતા. આ લગ્નમાં ઘણા સિલેબ્સ પણ જોડાયા હતા. લગ્ન રાજસ્થાનમાં થયા હતા. જણાવી દઈએ કે વિક્કી કૌશલ કેટરીના કરતાં ઉંમરમાં નાનો છે.

વિક્કી કૌશલનો જન્મ મુંબઈમાં 1988માં થયો હતો. તે 33 વર્ષનો છે. તેના પિતા શામ કૌશલ જાણીતા સ્ટંટમેન છે. તેમને ફિલ્મી દુનિયામાં એન્ટી આપી હતી અજય દેવગનના પિતા વીરુ દેવગને. જ્યારે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે વીરુ દેવગને તેમને સપોર્ટ કર્યો હતો. ત્યારપછી વિક્કી કૌશલે પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી.

વિક્કી કૌશલ ટુંક સમયમાં તેની નવી ફિલ્મ સાથે મોટા પડદે જોવા મળશે. આ ફિલ્મનું નામ છે ગોવિંદા મેરા નામ. આ ફિલ્મ 10 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિક્કી સાથે ભૂમિ અને કિયારા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *