એક અંદાજ મુજબ પૃથ્વી પર દર વર્ષે પાંચ કરોડ લોકોના કુદરતી કે અકુદરતી રીતે મુત્યુ થાય છે. ખૂબ લોકોના મુત્યુનું પ્રત્યક્ષ કે પરોક્ષ કારણ હ્વદય સંબંધી હોય છે. હાર્ટ એટેક સેંકડો માનવીઓની જીવન લીલા સંકલવામાં નિમિત બને છે. આધુનિક જીવનશૈલીમાં માણસ બહારથી રુડો રુપાળો બન્યો છે પરંતુ અંદરથી તકલાદી બનતો થી ગયો છે. દવાઓ, ગોળીઓ અને કસરતના ડોઝ પણ તેને બીમાર પડતો અટકાવી શકતા નથી.
પરંતુ એક દેશનો એક એવો સમુદાય છે જેના લોકો દુનિયામાં હ્વદયરોગનું સૌથી ઓછું જોખમ ધરાવે છે આથી જ તો તેઓ લાંબું જીવન જીવે છે. આ સમૂદાય દક્ષિણ અમેરિકાની બોલિવિયામાં રહે છે. એમેઝોન જંગલ વિસ્તારમાં સિમેને નામનો આ સમુદાય ૧૬ હજારની વસ્તી ધરાવે છે જેમને ત્સિમેને તરીકે પણ ઓળખવામાં આવે છે. માનિકી નદી પાસેના એમેઝોન ફોરેસ્ટમાં આ પ્રજાતિ છુટા છવાયા ૮૦ થી ૮૫ જેટલા ગામોમાં વસે છે. આ લોકોની જીવન શૈલી હજારો વર્ષ પહેલાની માનવ સભ્યતા જેવી જોવા મળે છે.
૮૦ વર્ષના એક વૃધ્ધના હ્વદયની કાર્યક્ષમતા ૫૫ વર્ષના અમેરિકન જેટલી:
અનેક સંશોધનોમાં એવું જાણવા મળે છે કે એ આ માનવ સમૂહ પૃથ્વી પર સૌથી હેલ્ધી હાર્ટ ધરાવે છે. 4 વર્ષ પહેલા આ ડેટા કાર્ડિયોઓલોજિસ્ટ રેન્ડલ થોમ્પસને કોલેજ ઓફ કાર્ડિયોલોજિસ્ટની મીટિંગમાં રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે આ સમૂદાયના હ્વદયની જે સ્લો એજિંગ જોવા મળી છે એવી દુનિયામાં કયાંય જોવા મળી નથી. 80 વર્ષના એક વૃધ્ધના હ્વદયની કાર્યક્ષમતા 55 વર્ષના અમેરિકન જેટલી છે. તો શું તેઓ જડીબુટ્ટીઓ અને ઔષધો લે છે ?
શું તેઓ પોતાના શરીર માટે વિશેષ પ્રકારની કાળજી રાખે છે? આનો જવાબ છે ના. તેમની પ્રાકૃતિક જીવનશૈલી જ એવી છે કે જેમાં બધુ જ આવી જાય છે. જયારે સ્ટડીના ભાગરુપે આ પ્રજાતિની ૮૫ વસાહતોના ૧૧ વર્ષ સુધી આરોગ્ય તપાસવામાં આવ્યું ત્યારે ૧૦ માંથી ૯ લોકોને હાર્ટ એટેકનો કોઇ જ ખતરો જોવા મળ્યો ન હતો. જેટલા પણ લોકોનો સીટી સ્કેન કરવામાં આવ્યો તેમાંથી ૮૫ ટકાને કોરોના આર્ટરીના ડિસીઝનો કોઇ જ પુરાવો મળ્યો ન હતો.
કુદરતી જીવનશૈલી મુજબ એક માણસ સરેરાશ ૧૨ કિમી જેટલું ચાલે છે:
ઘણા આરોગ્ય નિષ્ણાતોએ બોલિવિયાના એમેઝોન જંગલના આ દુર્ગમની મુલાકાત પણ લીધેલી છે. તમામનું કહેવું એ જ છે કે આ ઇન્ડિજિનિયસ સમૂહના આરોગ્યનું રહસ્ય તેમની પ્રાચીન જીવનશૈલી, ખોરાકની ટેવ અને રિતભાતમાં પડયું છે. મોટા ભાગના લોકો ખેતી, શિકાર અને માછીમારી કરે છે. સેમોન સમૂદાયના બાળકોથી કાલિને વૃધ્ધો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કંઈકને કંઈક પ્રવૃતિમાં વ્યસત રહે છે. બેઠાડું જીવનને કોઇ જ સ્થાન નથી.
કુદરતી જીવનશૈલી મુજબ એક માણસ સરેરાશ ૧૨ કિમી જેટલું ચાલે છે. તેઓ ૯૯ ટકા સૂર્યના અજવાળામાં જ પોતાના બધા કામ પુરા કરે છે. સિમોન સમૂદાયના લોકોનો બોડી ઇન્ડેક્ષ ૨૩ થી ૨૪ જોવા મળે છે. કસાયેલો-મજબૂત શરીર બાંધો ધરાવતા લોકો ઓવરવેઇટ ભાગ્યેજ જોવા મળે છે. સૌથી મોટું કારણ લો પ્રોટિન, લો ફેટ અને વધુ ફાઇબર પ્રમાણ ધરાવતો ખોરાક છે. તેઓ વિવિધ પાકો ચોખા તેમજ મકાઇ, મગફળી, કેળા સહિતના વિવિધ ફ્રુટસનો કુદરતી સ્વરુપમાં જ લે છે. પ્રોસેસ ફૂડ ઉપયોગ કરતા જ નહી. પોતાના ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા ભાગ્ય જ શુગર કે મીઠુ ઉમેરે છે.
કોઇ પણ પ્રકારની ડેરી પ્રોડકટનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી:
તંદુરસ્તી માટે સેમોન લોકોનો ખૂબ ફાઇબરવાળો અને ઓછા ફેટાવાળો ખોરાક ઉપરાંત તેમની જીવનશૈલીનો પણ મોટો ફાળો છે. તેઓ પોતાના ખોરાકને લગતી વસ્તુઓઓના માત્ર ૨ ટકા ભાગ બહારથી ખરીદે છે. જેમાં કયારેક બ્રેડ,પાસ્તા વગેરેનો સમાવેશ થાય છે. સિમનો સમૂદાયનો લોકો કોઇ પણ પ્રકારની ડેરી પ્રોડકટનો ઉપયોગ કરતા નથી. પ્રોટિનનો સ્ત્રોત ગણાતા ઇંડાનો પણ વપરાશ કરતા નથી. તેઓ તેમના ખોરાકના સ્ત્રોતમાં 72 ટકા ફાઇબર, 14 ટકા ફેટ અને પ્રોટિન હોય છે.
તેમની શરીરમાં સેચ્યૂરેટેડ ફેટનું સરેરાશ પ્રમાણ માત્ર ૧૧ ગ્રામ પ્રતિ દિવસ હોય છે જયારે તેની સરખામણીમાં એક સરેરાશ અમેરિકનનું સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ૨૬ ગ્રામ હોય છે. તેઓ નાના સમુદાયમાં રહે છે પરંતુ સકારાત્મક જીવન જીવે છે. તેમના આહારમાં સેલેનિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા સુક્ષ્મતત્વો હોય છે જે તેમને ખેતરમાંથી આવતા ખોરાકમાંથી મળે છે.
ઉપવાસ કરવાએ જીવનશૈલીનો જ એક ભાગ ગણાય છે:
આ ઉપરાંત વચ્ચેના સમયમાં ઉપવાસ કરવા એ તેમની જીવનશૈલીનો એક ભાગ છે આ ઉપવાસ ખોરાક ના મળે એવા દિવસોમાં સામાન્ય બની જાય છે. મહિલાઓ અને બાળકો ખેતી અને ઘાસચારાનું કામ સંભાળે છે. તેઓ શિકારની શોધમાં જાય ત્યારે દૂર સુધી જાય છે. રસ્તામાં કયાંય બેસતા નથી. સરેરાશ એક માણસ રોજના ૧૭૦૦૦ પગલા ચાલે છે. તેમનું ઉઠવાનું અને સુવાનું શેડયુઅલ સંપૂર્ણ પણે સૂર્યપ્રકાશ પર આધારિત હતું.
સૂર્યાસ્તની સાથે જ ઝુપડીમાં આવીને આરામ કરવા લાગે છે. સામાજીકકરણ અને એકલતાનો અભાવ રહે છે. એક બીજા સાથે હસી મજાક કરતા રહે છે. જીવનને ખૂબજ હળવાશથી લે છે. સામાજીક રિત રિવાજોમાં પણ એવા કોઇ નિયમો કે બંધનો નથી. તેઓ પ્રાણીઓ,સાપના હુમલા અને ઇન્ફેકશન જેવી બાબતોથી મુત્યુ પામે છે તેના માટે હ્વદયની તકલીફ જવાબદાર હોતી નથી.