આજના સમયમાં બધા જ લોકોને પૈસા કમાવવા હોય છે અને આ પૈસા કમાવવા માટે લોકો દિવસ રાત સખત મહેનત પણ કરતા હોય છે. બધા જ લોકો કોઈને કોઈ રીતે અથવા જુગાડ કરીને કમાણી કરી લેતા હોય છે.
આજે આપણે કેળા વિષે જાણીએ જ્યાં મોટે ભાગે કેળાની ખેતી કર્યા પછી કેળા ઉતારી લઈને તેના થડનો કોઈ ખાસ ઉપયોગ નથી થતો. એટલે હાલમાં નવસારી કૃષિ યુનિવર્સીટીની મદદથી તેમાંથી કાગળો, સ્ટેશનરીનો સામાન, ઓર્ગેનિક ખાતર, કેન્ડી, જામ, જેલી, હાથવણાટ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે.
જેથી બધા જ લોકો આ વસ્તુઓને વેચીને આગળ સારી એવી કમાણી પણ કરી શકે છે. તેની સાથે સાથે આ છાલમાંથી રેસાઓ પણ બનાવી શકાય છે તેમ જ ઘન કચરો પણ મળે છે. કેળાની છાલમાંથી કાગળો બનાવવામાં આવે તો તે લાંબા સમય સુધી સાચવી શકાય છે.
અને દસ્તાવેજો બનાવવામાં વાપરીએ તો તેનાથી લાંબો સમય સુધી સાચવી શકાય છે. તેની સાથે સાથે આજે કેળાના વેસ્ટમાંથી સારી એવી કમાણી પણ થઇ શકે છે અને તે બધા જ લોકો માટે ગર્વની વાત છે. આ બધી વસ્તુઓ બનાવ્યા પછી તેને વેચવાથી સારી કમાણી થઇ શકે છે.
આ કચરો ખેડૂતો કૃષિ યુનિવર્સીટીને વેચી શકે છે અને તેમને વેસ્ટમાંથી પણ તેમને ફાયદો થશે એટલે તેઓને બમણી આવક પણ થશે. જે ખેડૂતો માટે પણ એક ખુશીની વાત છે કેમ કે પહેલાથી જ કેળાના વેસ્ટનો કોઈ ખાસ ઉપાય કરવામાં નહતો આવતો.