આજના સમયમાં ખેડૂતનો બીજો ભાઈ એટલે ટ્રેકટર કેમ કે ખેતી કરવા માટે ટ્રેકટરની ખાસ જરૂર પડતી હોય છે. આજે બધા જ ખેડૂતો જુદી જુદી ખેતી કરે છે અને આગળ વધે છે. તેની સાથે સાથે બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધે છે આગળ વધવા માટે દિવસ રાત મહેનત કરે છે. આજે એક એવા જ વ્યક્તિની મહેનત વિષે જાણીએ. આ વ્યક્તિ મહારાષ્ટ્રના ડોમ્બલવાડી ગામના છે અને તેમનું નામ વિજયરાવ ગલાંડે છે, તેઓએ ખાલી ૧૦ માં ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.
તેમનો પરિવાર ૫૦ લોકોનો હતો અને એવામાં તેમને ખાલી એક એવો વિચાર આવી ગયો કે આજે તેનાથી આખા પરિવારનું જીવન બદલાઈ ગયું છે. આ વિચાર તેમને ૧૫ વર્ષ પહેલા આવ્યો હતો અને ત્યારે જ તેઓએ આ કામ ચાલુ કર્યું હતું. એ સમયે તેમની પાસે ૩૨ એકર જમીન હતી તો તેઓએ એક ટ્રેકટર લેવાનું નક્કી કર્યું હતું, પછી આ ટ્રેકટર લેવા માટે તેમની પાસે પૈસા નહતા તો તેઓએ બે ગાયો વેચી દીધી અને બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધી હતી.
આ લોન લઈને તેઓએ ટ્રેકટર લીધું હતું, તેમના પિતાજી ચૂરાનું પરિવહનનું કામ ચાલુ કર્યું હતું અને ધીમે ધીમે તેઓએ કામ વધારી દીધું હતું. તેઓએ ટ્રેકટર પણ વધારી દીધા અને તેઓએ ચાલીસ જેટલા કારખાનામાં ચુરા પરિવહનનું કામ ચાલુ કર્યું.
એક સમયે જે પરિવાર પાસે એક જ ટ્રેકટર હતું તેમની પાસે હાલમાં ૧૮૦ જેટલા ટ્રેકટર છે અને હાલમાં જ તેઓએ બારામતીના એક શોરૂમમાંથી ૩૦ ટ્રેક્ટર નવા લીધા છે. આજે ગલાંદે કાયાગુડે પરિવારનો બિઝનેસ વિજય રાજ ગ્રુપના નામથી ચલાવે છે. આ કામમાં રોજે રોજ અઢી હજાર જેટલા લોકોને રોજગારી પણ આપે છે, અહીંયા જુદા જુદા રાજ્યોમાંથી કામ કરવા માટે લોકો આવે છે અને આ ગ્રુપ દર વર્ષે ૫૦ કરોડ રૂપિયનો બિઝનેસ કરે છે.