આ ભાઈએ ઈંટો વગર બનાવું એવું આલીશાન ઘર કે…., ઘરના ફોટા જોતા જ અક્કલ કામ નઈ કરે…

Story

ઘરનું નિર્માણ કરવું હોય તો તેના પાયાથી લઈ ઘરની છત સુધીમાં જે વસ્તુ સૌથી વધુ વપરાય તે છે ઈંટ. ઈંટ દરેક પ્રકારના ઘરમાં વપરાય છે. પરંતુ જો તમને કહીએ કે ઈંટ-પથ્થર વિના ઘર બને તો ?આ પ્રશ્નનો જવાબ તમે ના કહેશો. પરંતુ કેરળના મોબિસ થોમસ નામના વ્યક્તિએ આ કામ કરી બતાવ્યું છે. તેણે આલીશાન ઘર બનાવ્યું છે અને ખાસ વાત એ છે કે તેમાં તેણે ઈંટનો ઉપયોગ ક્યાંય નથી કર્યો.

મોબિસનું ઘર 1400 સ્ક્વેર ફુટમાં પથરાયેલું છે અહીં તે પોતાની પત્ની, 2 બાળકો અને માતાપિતા સાથે રહે છે. આ ઘર ઈંટ-પથ્થર વિના બન્યું છે પરંતુ તે મજબૂત અને અન્ય ઘર જેવું જ આલીશાન છે. તો હવે પ્રશ્ન એ થશે કે આ ઘર ઈંટથી નથી બન્યું તો પછી તે બન્યું છે શેમાંથી… ? તો જણાવી દઈએ કે આ ઘર બનાવવામાં આવ્યું છે. સ્ટીલથી બન્યું છે. તો ચાલો મોબિસે આ ઘર કેવી રીતે બનાવ્યું તેની વિગતો જાણીએ.

મોબિસે તેના અનોખા અને આલીશાન ઘર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેની ઈચ્છા હતી કે ઘર બનાવવામાં સમય ઓછો લાગે તેથી રેતી, ક્રેશર જેવી વસ્તુઓ જે સરળતાથી મળતી ન હતી તેનો ઉપયોગ પણ ઓછો કરવાની ઈચ્છા હતી. આ માટે તેણે તેના એક મિત્રનો સંપર્ક કર્યો. તેણે ઘર બનાવવા માટે ખાસ ટેકનીકનો ઉપયોગ કર્યો. આ ટેકનીકમાં સ્ટીલનો વધારે ઉપયોગ થાય છે.

આ ટેકનિકનો ઉપયોગ કરી તેણે ઘરનું પહેલા સ્ટીલનું સ્ટ્રકચર ઊભું કર્યું. તેને ઘરની જગ્યાએ ફીટ કરવામાં આવ્યું. આ ટેકનિકથી ઘર માત્ર 3 મહિનામાં જ તૈયાર થઈ જાય છે. આ ઘર ટકાઉ અને મજબૂત પણ હોય છે. આ ઘર માટે મોબિસે 2,3 કન્સ્ટ્રકશન કંપનીઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ તેણે ઓડીએફ નામના ગૃપ સાથે ઘર બનાવવાનું નક્કી કર્યું.

ઓડીએફ ગૃપના માજીદે ઘર ડિઝાઈન કર્યું હતું. તેણે જણાવ્યાનુસાર ઘરના સ્ટ્રકટરને ઘરની જગ્યાએ લઈ ગયા પછી મોબિસની જરૂરીયાત અનુસાર સ્ટ્રકચરમાં અન્ય સામાગ્રીને એડ કરવામાં આવી. આ ઘરને અન્ય ઘરની સરખામણીએ બનતા ઓછો સમય લાગે છે. 2020માં મોબિસે આ કોન્ટ્રાક્ટ ઓડીએફ ગૃપને આપ્યો હતો આ ઘર બનાવવાની શરુઆત સપ્ટેમબ્ર 2020માં કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2021માં તે તૈયાર થઈ ગયું હતું. કોરોનાના કારણે આ ઘરને તૈયાર થતા દોઢ માસનો સમય વધારે લાગ્યો.

આ ઘર સ્ટીલથી બનેલું હોવાથી ભૂકંપ સહિતની આફતો સામે પણ અડીખમ છે. થોડા વર્ષ પછી ઘરને ફરીથી બનાવવાની ઈચ્છા થાય તો ફરીથી ઘરમાં વપરાયેલા સ્ટીલનો ઉપયોગ થઈ શકે છે. આ ઘર બનાવવામાં સામાન્ય ઘર બનાવતા થાય એટલો કચરો થતો નથી. આ ઉપરાંત આ ઘર પર્યાવરણને પણ નુકસાન કરતું નથી કેમકે તેમાં ઈંટના સ્થાને ફાઈબર બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘર ભેજ, આગ અને ઉધઈથી પણ સુરક્ષિત રહે છે.

આ સ્ટીલના ઘરમાં નીચે એક બેડરુમ, 2 રસોડા અને લિવિંગ રુમ છે. અહીં કોમનરુમ અને ડાયનિંગ રુમ પણ છે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરુમ અને એક કોમન રુમ છે. ગ્રાઉન્ડ ફ્લોરની છત માટે આરસીસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘર બન્યા બાદ મોબિસ અને તેનો પરિવાર ખુશ છે. ઘરની દિવાલો તાપમાનનું સ્તર જાળવી રાખે છે. ઘરમાં સિમેન્ટનો ઉપયોગ પણ ઓછો કરવામાં આવ્યો છે. ઘરમાં 2000 લીટરની ક્ષમતાનું હાર્વેસ્ટિંગ સસ્ટિમ બનાવી છે. આ ઘર માત્ર 34 લાખમાં જ તૈયાર થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *