જાણો ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખાવું લાભદાયી છે, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં.

Health

ડાયાબિટીસ હાલ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી પ્રસરી રહેલી ઘાતક બીમારીઓમાંથી એક છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જીવનશૈલી અને આહારમાં ફેરફાર દ્વારા ડાયાબિટીસ થી બચી શકાય છે. તે સિવાય જે લોકો પહેલેથી તેનો શિકાર હોય તેમણે ખાવા-પીવામાં ખાસ સંભાળ રાખવાની જરૂર છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે જેના સેવનથી ડાયાબિટીસના ઘટાડી શકાય છે.

લીલા પાંદડાવાળી શાકભાજી:
ડાયાબિટીસના દર્દીઓ માટે લીલી અને પાંદડાવાળી શાકભાજીનું સેવન કરવું ખુબ લાભદાયી ગણાય છે. લીલા શાકભાજી ખૂબ જ પૌષ્ટિક અને ઓછી કેલેરીવાળા હોય છે. પાલક, કેળ અને અન્ય પાંદડાવાળા શાકભાજી વિટામીન-સી સહિત અનેક વિટામીન અને ખનીજોના સારા સ્ત્રોત ગણાય છે. તે બ્લડ સુગર લેવલ વધતું અટકાવવાની સાથે સાથે ડાયાબિટીસના કારણે અનુભવાતી જટિલતા ઘટાડવામાં પણ સારું ઉપયોગી સાબિત થાય છે.

ઈંડાનું સેવન ફાયદાકારી:
ઈંડા શરીરમાં સોજા ઘટાડવાની સાથે ઈન્સુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. 2019માં થયેલા એક અભ્યાસ પ્રમાણે નાસ્તામાં ઈંડા સામેલ કરવાથી રક્ત શર્કરાના સ્તરનું પ્રબંધન કરવામાં મદદ મળે છે. તે શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં પણ ઉપયોગી થાય છે.

નટ્સનું સેવન:
સંશોધન પ્રમાણે નટ્સ ખાવાથી બ્લડ સુગર સ્તર નિયંત્રણમાં રહે છે. ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોના જૂથ પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે મગફળી બદામ જેવા નટ્સનું સેવન કરવાથી ઉપવાસ અને ભોજન બાદના બ્લડ સુગર સ્તરમાં ઘટાડો કરી શકાય છે. અખરોટનું સેવન પણ ખૂબ લાભદાયી ગણાય છે.

ભીંડો છે ખૂબ જ ગુણકારી:
ભીંડો પોલીસેકેરાઈડ અને ફ્લેવોનોઈડ એન્ટી ઓક્સિડેન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે જે રક્ત શર્કરા ઘટાડવામાં સહાયક બની શકે છે. ભીંડામાં એન્ટી બાયોટીક ગુણ પણ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારી છે. એક મહિના સુધી દરરોજ ભીંડાનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે.

Leave a Reply

Your email address will not be published.