મહિલાએ કર્યો ફિલ્મ‘પુષ્પાનો હૂક સ્ટેપ તે જોઈને લોકોએ કહ્યું આ છે અલ્લૂ અર્જૂનનું કોરિયન વર્ઝન

Story

અલ્લૂ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ના જલવા આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થયું છે પરંતુ અત્યારે પણ સોશિયલ મીડિયા પર અલ્લૂ અર્જૂનના જબરદસ્ત ડાયલોગ્સ, કેચી સોંગ્સ અને તેના હૂક સ્ટેપ્સ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સની દુનિયા તો પુષ્પાના ‘શ્રીવલ્લી’ હૂક સ્ટેપ્સથી ભરાઈ ચૂકી છે. હકીકતમાં આ સોંગ્સનો ક્રેઝ એટલો વધ્યો છે કે તેની ધૂન પર ન માત્ર ભારતીય જ નથી પરંતુ વિદેશી લોકો પણ ઝૂમી રહ્યા છે. હવે ઇન્સ્ટાગ્રામ પર એક કોરિયન મહિલાનો ‘પુષ્પા: ધ રાઇઝ’નો ખુમાર વાયરલ થઈ ગયો છે. જો અત્યાર સુધી નથી જોયો તો ઝડપથી તને આ જોઈ નાખો.

આ વાયરલ ક્લિપમાં કોરિયન મહિલા ‘શ્રીવલ્લી’ સોંગનો હૂક સ્ટેપ કરતી નજરે પડી રહી છે. સૌથી શાનદાર છે કે મહિલાએ અલ્લૂ અર્જૂનનો હૂક સ્ટેપ જ નહીં તેની પુષ્પા સ્ટાઇલને પણ કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે મહિલાએ પુષ્પા ટાઇપ શર્ટ, ચશ્મા પણ પહેર્યા છે અને ફૂલ ટૂ સ્વેગ સાથે શ્રીવલ્લી સોંગનો પોપ્યુલર હૂક સ્ટેપ કરી રહી છે તેમને જોઈને સોશિયલ મીડિયાના લોકોઓ આ મહિલાની ફેન બની ગઈ છે. આ જબરદસ્ત ક્લિપ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ Korean.g1 પરથી શેર કરવામાં આવી છે.

તેણે કેપ્શનમાં લખ્યું કે ‘ડાન્સને તમે જેટલો સરળ સમજી રહ્યા છો એટલો છે નથી. અલ્લૂ અર્જૂનનું કોરિયન વર્ઝન.’ આમ આ ક્લિપને જોયા બાદ તમારું શું કહેવું છે? આ ક્લિપને અત્યાર સુધી 2 લાખ 56 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. આ વીડિયોને જોઈને યુઝર્સ હેરાન છે. ખાસ કરીને ભારતીય લોકો આ કોરિયન મહિલાને ડાન્સ કરતી જોઈને સૌથી વધારે હેરાન છે કેમ કે મહિલાએ જે રીતે ડાન્સના હૂક સ્ટેપ્સ કર્યા છે તે એકદમ શાનદાર છે. ભારતીય લોકો તે મહિલા પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે અરે વાહ ગજબ કરી દીધું તમે. લાગે છે કે તું મુંબઈ આવી રહી હોય. તો અન્ય એક યુઝરે વખાણ કરતા લખ્યું કે તે આ સોંગના હૂક સ્ટેપને ખુબ સારી રીતે કર્યો. તમે કમાલની ડાન્સર છાવો અન્ય એક યુઝરનું કહેવું છે કે તમારો સ્વેગ પણ કમાલ છે. કુલ મળીને યુઝર્સ આ વીડિયોને ખૂબ એન્જોઈ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.