કાફેમાં મળતા નવા કપલ જ્યારે ટ્રાવેલિંગની વાત કરે ત્યારે એકબીજાને પ્રશ્ન પૂછતા હોય છે કે, તને દરિયો ગમે કે પર્વત. તને સોલો ટ્રીપ પર જાવું ગમે કે મનગમતા લોકોના ટોળાના. તને સ્ટડી ટ્રીપ ગમે કે બસ આરામ કરવા વિકેન્ડ ગેટ વે! રીમાનાં આ તમામ પ્રશ્નનો અંબર ઉત્તર આપતો ગયો હતો.
બધું જ ગમે રીમા! બધું જ. કાંઈ ન ગમે તેમ નહિ. બધું તો કેમનું ગમે? કાંઈક તો વધારે ઓછું ગમતું હોય ને. રીમા પૂછે, અંબર ફરી એ જ જવાબ આપે. કુદરતનું કોઈ પણ સ્વરૂપ ગમે મને રીમા. રીમાના હાથ કોફીના મગ પર હતા. વાદળી કપ પર રીમાના લાલ લીલા નખ રંગ જાણે કોઈ સમુદ્રના ટાપુ હોય. હેં રીમા ! તને ટ્રીસ્તાન દા કુન્હા વિશે ખબર?
રીમાએ નકારમાં જવાબ આપ્યો. અંબરે વિગતે વાત કરી. સાઉથ અમેરીકા તથા આફ્રિકા ખંડની બરોબર વચ્ચે જયાં સાઉથ એટલાન્ટીંક મહાસાગર આવે ત્યાં સાવ એકલો અટુલો ટાપુ. નામ એનું ‘ટ્રીસ્તાન દા કુન્હા’. સાવ રડયો ખડયો! આસપાસ 3,300 કીમી સુધી કાંઇ ભૂમીનો છેડો જોવા ન મળે!
પાસેમાં ભુ-ભાગ ન હોય ત્યારે 40 ડીગ્રી દક્ષિણ હેમીસ્ફિયરમાં દરિયાનાં મોજા એટલા ઉછાળા મારતા હોય છે કે, ત્યાં નાનકડું જહાજ લઈ જવું ખુબ મુશ્કેલ બન્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આવેલ Cape of good hope કેપટાઉનથી સેન્ટ અગુલાસ બોટમાં સફર કરો તો સતત 8 દિવસ બાદ તમે તે રળીયામણા ટાપુ પર પહોંચી શકો છો.
આ બ્રિટીશ ટાપુ પર માંડ 280 જેટલા લોકો વસવાટ કરે છે. તમામ આધુનિક સુખ-સગવડો સાથે તેમજ મૌસમ હંમેશા ‘આશીકાના’ હોય. અહીંથી છટકવા માટે અન્ય કોઈ માર્ગ નથી. આની સાથે જ પાસેમાં 3,000 કિમી સુધી કાંઈ નથી. અંતરિક્ષમાં રહેલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરતા સ્પેસ વૈજ્ઞાનિકો જ સૌથી નજીક આવેલ અન્ય માનવો છે.
આ તો નાનકડુ ગામ છે કે, જે 8 કિમીનો ટાપુ છે તેમજ ટાપુ પર આવેલ એક માત્ર ગામ એટલે ‘એડીનબર્ગ ઓફ સેવન સી છે. આ ટાપુ એટલો નાનો છે કે, અહિ ઘર છે, કાફે છે, ત્રણ ચાર બાઇક, એક કાર, એક પોલીસવાળો તેમજ એક વહીવટીતંત્રનો સરકારી અમલદાર પણ છે.
લંડનમાં આવા લોકોને ફાવ્યું નહિ. ઉચ્ચ અભ્યાસ કરેલો નહિ. પ્રદુષણમાં ફાવે નહિ. શાંતિ હણાઈ ગઈ હતી. રાજકારણ નકરું, ધ્વનિ પ્રદુષણ, શહેરી સમસ્યાઓ, તૂટેલો સમાજ. આ તમામથી ટ્રીસ્તાન દા કુન્હાની માસૂમ પ્રજા કંટાળી ગઈ હતી. બધા લોકોએ કહ્યું કે, અમારે પાછું જવું છે.
કેટલીક સ્ત્રીઓને લંડન ગમ્યું હતું પણ યુવાનોને નોકરીમાં ખાસ જામ્યું નહિ એટલે નક્કી કર્યું કે, ચાલો જઈએ પાછા તેમજ ખરેખર બધા લોકો લંડનથી હજારો કિમી દુર આવેલ પોતાના મૂળ ટાપુ પર પાછા આવી ગયા હતા. અત્યારે હાલમાં ત્યાં તમામ સુખ- સગવડતા છે તેમજ થોડા જ લોકો રહે છે.
અહીં તમે બધે જ ફરી શકો છો. આ જ્વાળામુખીની ચોટી પર જઈ શકો છો. લંડનમાં મન ફાવે એમ નથી કરી શકાતું. હું અહીં કુદરતથી ખૂબ પાસે છું.’ જેનું નામ જસ્ટીન છે. જસ્ટીન બોલી રહ્યો છે ત્યારે અમુક સ્ત્રીઓ ખેતરમાંથી બટેકા લેવા જઈ રહી છે તેમજ શુદ્ધ મીઠા પાણીનું ઝરણું ખળખળ વહી રહ્યું છે.
રીમા! અહીં બધું જ છે ને. સમુદ્ર છે. બાજુમાં પર્વત છે. અહીં સોલો ટ્રીપ છે તેમજ મનગમતા લોકો પણ! અહીંયા મૌસમ છે મહેનતની તેમજ પોતાને સમય આપવાની. જાતે કરવામાં આવતી ખેતી તથા જાતે થતી દરિયાઈ ખેડાણની અલગ જ મજા રહેલી છે.