ગુજરાતના સુરતમાં વર્ષમાં એક વખત સ્મશાનમાં એવો અનોખો મેળો લાગે છે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. સ્મશાનમાં ભરાતા આ મેળામાં મૃતકોની અંતિમ ઈચ્છાપૂર્તિ માટે ન ફક્ત મૃતકોની પસંદગીની વસ્તુ ચઢાવવામાં આવે છે પરંતુ સ્મશાનના મંદિરમાં પ્રસાદના રૂપમાં જીવતા કરચલાં પણ ચઢાવવામાં આવે છે. શું તમે ક્યારેય કોઈ પણ મંદિરમાં ભગવાન પર કરચલાં ચઢતા જોયા છે? જો નહીં તો એક વખત અહીંની મુલાકાત જરૂર લેજો. સૂરતના રામનાથ ઘેલા સ્મશાન ભૂમિના આ રૂંધનાથ મહાદેવ મંદિરમાં આવનાર ભક્ત જીવતા કરચલાં ચઢાવે છે.
શિવલિંગ પર કરચલા ચઢાવતા ભક્ત વર્ષમાં એક વખત, આ મંદિરમાં માનતા પુરી થવા પર અને માનતા માંગવા માટે આવે છે. માહ મહિનાની એકાદશી બાદ વર્ષમાં એક વખત ભક્ત અનોખો પ્રસાદ ચઢાવીને પૂજા પાઠ કરે છે. અહીં કરચલાં ચઢાવવા પાછળની લોકોની માન્યતા છે કે આમ કરવાથી શારીરિક રોગથી મુક્તિ મળે છે. ખાસકરીને કાનોની બહેરાશ મટી જાય છે. મંદિરમાં આવનાર ભક્તોના હાથોમાં અન્ય પ્રસાદ સામગ્રીની જગ્યા પર કરચલાં હોય છે.
આ શિવ મંદિરમાં આવનાર ભક્ત ન ફક્ત શિવલિંગ પર જીવતા કરચલાં ચઢાવે છે પરંતુ સાથે જ અહીં મૃતદેહોનો અંતિમ સંસ્કાર પણ થાય છે. ત્યાં જઈને પણ પુજા પાઠ કરે છે. આ સ્મશાન ભૂમિમાં જે લોકોના અંતિમ સંસ્કાર થયા હોય તેમની સૌથી પ્રિય વસ્તુને અહીં ચઢાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી મૃતકને મોક્ષ મળે છે. મૃતકને જો દારૂ કે અન્ય કોઈ નશાની આદત હોય તો તે અથવા તો તેનું પ્રિય ભોજન અહીં ચઢાવવામાં આવે છે. આ બધો સામાન મૃતકનો પરિવાર અહીં આવીને ચઢાવે છે.
રામનાથ ઘેલા સ્મશાનના ટ્રસ્ટી હરીશ ભાઈ ઉમરીગર જણાવે છે કે આ સ્મશાન ભૂમિની કથા રામાયણ કાળ સાથે જોડાયેલી છે. તેમના અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસમાં હતા ત્યારે અહીંથી પસાર થયા હતા. આજ જગ્યા પર તેમના પિતા દશરથની મૃત્યુના સમાચાર તેમને મળ્યા હતા. ત્યારે તેમણે આ જ સ્થાન પર પિંડદાન કરીને મોક્ષની કામના કરી હતી.