ત્રો જો લગ્નની વાત કરીએ તો પહેલાના સમય કરતા આજે લોકો પોતાના લગ્નમાં ખુબજ ખર્ચ કરતા હોઈ છે. તેમજ ઘણા લોકો પાસે સગવડો હોઈ કે નો હોઈ તો પણ તેઓ લગ્નમાં દેખાદેખીમાં ધામધૂમ થી લગ્ન કરતા જોવા મળતા હોઈ છે. તો વળી પછી તે વરઘડો હોઈ કે જમણવાર, કે પછી વિડીયો શૂટ કે પ્રિવેડિંગ ફોટોશૂટ લગ્નમાં લોકો આ બાબતો પાછળ ધોમ પૈસા ખર્ચ કરતા હોઈ છે. આમ આજની પેઠી લગ્ન પ્રસંગને પોતાના મોભાનું પ્રદર્શન કરવાનો મોકો સમજી રહયા છે. તેવામાં સુરતના એક કરોડપતિ બિઝનેસમેને સમાજને ચીંધી ચીંધી નવી રાહ. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આજના દેખાદેખીના માહોલમાં સુરતમાં એક એવા લગ્ન યોજાયા હતા કે જેણે સમાજને એક નવી રાહ દેખાડી છે. હાલ આ લગ્નના લોકો ખુબજ વખાણ કરી રહયા છે. તમને જણાવીએ તો આ લગ્ન સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં આ અનોખા લગ્ન યોજાયા હતા જ્યાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાન અને વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયાના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગ યોજાયા હતા. આ લગ્નમાં સવજીભાઈ વેકરીયાએ પોતાના બંને સંતાનોના સાદાઈથી લગ્નયોજીને સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
સવજીભાઈએ તેમના દીકરા-દીકરીના લગ્નમાં આર્યસમાજની વિધિ થી લગ્ન કરાવી ખોટા ખર્ચ નો કરી સમાજને એક નવી રાહ ચીંધી હતી. તેમજ આ સાથે માત્ર ઝાકમઝોળની દ્રષ્ટીએ જ સાદાઈ નહીં, પરંતુ દીકરીને કરિયાવરમાં સંસ્કારનું સિંચન કરતાં પુસ્તકો ભેટ આપીને તેમણે નવો રાહ ચિંધ્યો છે. તેમજ એક સાધનસંપન્ન પિતાના આ બંને સંતાનોએ પોતાના પિતાના આ નિર્ણયને વધાવી લીધો હતો.
તો વળી આ સાથે જણાવુંએ તો આ અનોખા લગ્નમાં સવજીભાઈ વેકરિયાએ પોતાની દીકરી સુભદ્રાના લગ્નમાં પોતાની દીકરીની ઊંચાઈ જેટલા પુસ્તકો ભરેલો એક કબાટ પણ ભેટ કર્યો. આમ સમાજમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં દર વર્ષે 500 થી વધુ સમૂહ લગ્નનું આયોજન કરી સાદગીનો રાહ ચીંધનાર સાબજીભાઈએ જ્યારે પોતાના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે પણ સાદગીની એજ ભાવના જાળવી રાખી.