આ વ્યક્તિ ગાયના છાણમાંથી સિમેન્ટ અને ઈંટો બનાવીને કરે છે વાર્ષિક ટર્નઓવર 50 લાખ અને સેંકડો ખેડૂતોને રોજગાર સાથે પણ જોડ્યા…

Story

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ અને આપણા શાસ્ત્રો દ્વારા ગાયને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આપણે સૌ ગાયને માતા તરીકે ઓળખીએ છીએ જોકે ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે તેના દુધમાં રહેલ પોષક તત્વો આપણા સરીર માટે ઘણા ફાયદા કારક છે ઉપરાંત ગાય એક માત્ર એવું જીવ છે કે જેના મળ મૂત્રથી પણ આપણને ફાયદો થાય છે, આપણે અહી આવીજ એક બાબત ને લઈને વાત કરવાની છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું ઘર આપણા માટે ઘણું મહત્વ પૂર્ણ છે. આપણે સૌ પોતાના સ્વપનના ઘરને બનાવવા માટે ઘણી મહેનત કરીએ છીએ કે આપણે સૌ જાણીએ છીએ કે ઘર સિમેન્ટ, ઈંટ, રંગ વગેરે વસ્તુઓથી બને છે જોકે આવી વસ્તુઓ ના ઉત્પાદનમાં આપણા વાતાવરણ ને ઘણું નુકશાન થાય છે.

પરંતુ આ બાબત ને લઈને હવે હલ આવી ગયો છે કે જ્યાં ઓછા ખર્ચે અને પર્યાવરણ ને નુકશાન પહોચાડ્યા વિના પ્રકૃતિ મિત્ર રૂપ ઘર બનાવી શકાશે આ વિચાર ડો. શિવ દર્શન મલિક દ્વારા રજુ કરવામાં આવ્યો.

સૌ પ્રથમા જો વાત ડો. શિવ દર્શન મલિક અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ હરિયાણાના રોહતક વિસ્તારમાં રહે છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી લોકોને ગાયના છાણ માંથી બનેલા ઈંટ અને રંગ ઉપરાંત સિમેન્ટ નો ઉપયોગ કરવા અંગે માહિતી આપી રહ્યા છે.

જોકે હવે તેમની મહેનત રંગ લાવી રહી છે અને લોકો આ દિશા તરફ આગળ વધ્યા છે. જણાવી દઈએ કે તેઓ પ્રકૃતિને અનુરૂપ ધંધો કરીને ઘણા પૈસા પણ કમાઈ રહ્યા છે.

હાલમાં તેમનો વર્ષનો ટનઓવર ૫૦ થી ૬૦ લાખ રૂપિયા છે. હાલમાં તેમની પાસેથી આશરે ૧૦૦ જેટલા લોકો ગાયના છાણ માંથી ઘર બનાવવાની ટ્રેનીગ લઇ રહ્યા છે. અને પોતાના ઘરને ને ઇકો ફ્રેન્ડલી બનાવી રહ્યા છે. જો વાત ડો. શિવ દર્શન મલિક ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે સ્કૂલનો અભ્યાસ પોતાના ગામમાંથી કર્યો જયારે રોહતક માંથી કોલેજનો બેચલર અને ઉચ્ચતર અભ્યાસ કર્યો. ઉપરાંત તેમણે પીએચડી પણ કર્યું છે.

જણાવી દઈએ કે અભ્યાસ બાદ તેમણે કોલેજમાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવી પરંતુ પોતાના ગામ ને આર્થિક રીતે સધ્ધર કરવા અને લોકોને રોજગારી આપવાના ઈરાદે તેમણે આ નોકરી છોડી દીધી. અને તેમણે ધંધા તરફ વિચાર શરુ કર્યા. જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી ડો. શિવ દર્શન મલિક પર્યાવરણ અને નવીનીકરણ ઉર્જા વગેરે વિષય ને લઈને કામ કઈંક કરવા માંગતા હતા,

જેને લઈને તેઓ વર્ષ ૨૦૦૦ માં IIT દિલ્હી સાથે આ બાબત પ[પર કામ શરુ કર્યું જેને લઈને તેઓ એક વખત અમેરિકા પણ ગયા હતા ત્યાં તેમણે શણ ના પાંદડા માં ચૂનો ભરી બનાવવામાં આવતા ઘરને જોયા અને તેમને ગાયના છાણ વડે ઘર બનાવવાનો વિચાર આવ્યો અને પરત આવ્યા બાદ આ દિશામાં કામ કર્યું જેમાં તેમને સફળતા મળી.

જો વાત વૈદિક પ્લાસ્ટર બનાવવા અંગે કરીએ તો જણાવી દઈએ ડો. શિવ દર્શન મલિક ના જણાવ્યા અનુસાર આ પ્લાસ્ટર બનાવવા માટે ગાયના છાણ નો ઉપયોગ થાય છે. જે માટે ૧૦ ટકા છાણ ૧૫ ટકા રેતાળ જમીન જયારે ૭૦ જીપ્સ અને ૫ ટકા ગુવાર ગમ અને લીંબુના રસના પાવડર નો ઉપયોગ કરવામાં આવે છે.

જો વાત આ પ્લાસ્ટર બનાવવા માટેના ખર્ચ અંગે કરીએ તો તેમાં એક ચોરસ ફૂટ માટે ૩૦ રૂપિયા ખર્ચ થાય છે. જો વાત આ પ્લાસ્ટર ની ખાસિયત અંગે કરીએ તો તેના પર પાણી છાંટવાથી સુગંધ આવે છે અને ખર્ચ પણ ઓછો થાય છે. ઉપરાંત તે ધુમાડાને શોષે છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે ડો. શિવ દર્શન મલિક દ્વારા પોતાના મિત્ર ડો મનોજ દૂત સાથે ઘર માટે ઇકો ફ્રેન્ડલી રંગ પણ બનાવવામાં આવ્યો છે જેમાં ચૂનો અને રંગીન માટીઉપરાંત ગુવાર ગામનો ઉપયોગ કરવામાં આવે છે આ સાથે વાણી ગોયલ દ્વારા ગાયના છાણ માંથી ઈટો બનાવવાનું પણ કામ હાથ ધરવામાં આવ્યું છે જેને બનાવતા એક ઇટે માત્ર ચાર રૂપિયા નો જ ખર્ચ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *