આ વ્યક્તિ ગાયના છાણમાંથી બેગ, ચપ્પલ, અબીર-ગુલાલ સહિત અનેક પ્રોડક્ટ બનાવે છે, અને કરે છે દર મહિને 3 લાખની કમાણી…

Story

આજે બધા જ લોકોને તેમના જીવનમાં આગળ વધવું છે અને તેની માટે જુદા જુદા રસ્તાઓ શોધીને લોકો આગળ વધી રહ્યા છે. આજે લોકો નકામી ગણાતી વસ્તુઓને વેચીને પણ પૈસા કમાઈ લેતા હોય છે આજે આપણે એવા જ એક વ્યક્તિ વિષે જાણીએ જે એવી વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવે છે જેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. આ વ્યક્તિનું નામ રિતેશ અગ્રવાલ છે.

રિતેશ અગ્રવાલ ગાયના છાણમાંથી કેટલીક જુદી જુદી વસ્તુઓ બનાવે છે અને હર મહિને ૩ લાખ રૂપિયાની કમાણી કરે છે. તેઓએ એક પહેલ નામની સંસ્થાથી આ કામ કરી રહ્યં છે, જેમાં તેઓ ગાયના છાણથી ૩૦ જેટલી વસ્તુઓ બનાવે છે અને તેમાં દિવા, મૂર્તિ, ચપ્પલ, ઈંટો, ચિત્રો અને બીજી ઘણી બધી વસ્તુઓ આ છાણમાંથી બનાવે છે.

તેઓએ આ કામ છેલ્લા ૪ વર્ષથી ચાલુ કર્યું છે અને તેનાથી આજે મહિને ૩ લાખ રૂપિયાની આવક કમાઈ રહ્યા છે. આ એક પહેલમાં ૨૦ લોકો જોડાયેલા છે અને આ ટિમ આ બધી વસ્તુ બનાવવા માટે કામ કરી રહ્યા છે તેઓ તેમની આ બધી જ વસ્તુઓ સોશિયલ મીડિયા પર વેચે છે.

તેઓ ત્રણસો પચાસથી પણ વધારે ગાયો છે અને તેમનું છાણ આ વસ્તુઓ બનાવવા ઉપયોગમાં લેવાય છે.રિતેશ અગ્રવાલ પહેલા નોકરી કરતા હતા અને તેઓએ ગાયોને એક વખતે કચરો ખાતા જોઈ અને ત્યારે જ તેમને એક વિચાર આવ્યો અને વર્ષ ૨૦૧૫ માં તેઓએ નોકરી છોડીને ગૌશાળા સાથે જોડાઈ ગયા અને તેઓએ ગાયોની સેવા કરીને વિચાર્યું કે ગાયોના છાણમાંથી તેઓ પ્રોડક્ટ બનાવશે અને પછી તેઓએ પહેલા ટ્રેનિંગ લીધી હતી અને પછી પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *