વિશ્વની સૌથી મોટી ભગવાન શિવની આ પ્રતિમા ત્યાર થવા પર છે, આખી પ્રતિમાને જોવામાં લાગી જશે 4 કલાક, પ્રતિમામાં છે 4 લિફ્ટ

News

વિશ્વ સ્વરૂપમ… આ વિશ્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમા છે. ઊંચાઈ 369 ફૂટ. જ્યારે તમે ઉદયપુર-રાજસમંદ હાઈવે પરથી પસાર થશો, ત્યારે તમે ભગવાન શિવને પ્રસન્ન મુદ્રામાં જોશો.29 ઓક્ટોબરથી એના લોકાર્પણ સમારોહની શરૂઆત થઈ રહી છે. એની શરૂઆત મોરારિબાપુની રામકથાથી થશે. CM અશોક ગેહલોત પણ આ દિવસોમાં ત્યાં હાજર રહેશે. 9 દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં 7થી 8 રાજ્યના સીએમ સહિત અનેક મંત્રીઓ અને સેલિબ્રિટી ભાગ લેશે.

અત્યારસુધી તમે પ્રતિમાની બહારનું રૂપ જોયું જ હશે, પરંતુ ભાસ્કર પહેલીવાર એનું અંદરનું દૃશ્ય બતાવી રહ્યું છે. બહારથી દેખાતી આ પ્રતિમાની સુંદરતા એ છે કે એની અંદર બનેલા હોલમાં 10 હજાર લોકો એકસાથે આવી શકે છે, એટલે કે આ પ્રતિમામાં ગામ કે નગર વસવાટ કરી શકે છે.
પૈસાવાળા ગુજરાતીઓને લાગ્યો ફ્લેટમાં રહેવાનો ચસ્કો, 15 કરોડના ફ્લેટમાં 15 લાખનું બાથરૂમ અને ચુકવે છે 50 હજાર સુધીનું મેઇન્ટેઇનન્સ

પહેલા વાંચો, વિશ્વ સ્વરૂપમ મૂર્તિ શું છે
વિશ્વ સ્વરૂપમ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યાં હતાં. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે. જ્યારે પણ તમે અહીં જશો ત્યારે તમે 7થી 8 કલાક આરામથી પસાર કરી શકશો.

આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. અહીં ફરવા આવતા લોકોને 20 ફૂટની ઊંચાઈથી 351 ફૂટ સુધીની મુસાફરી કરાવવામાં આવશે.

સૌથી પહેલા 270 ફૂટની ઊંચાઈએ મુસાફરી કરો
અમને સૌથી પહેલા લિફ્ટ દ્વારા 270 ફૂટની ઊંચાઈ પર લઈ જવામાં આવ્યા હતા. ભગવાન શિવનો ડાબો ખભા આ ઊંચાઈ પર છે. અહીંથી આખું નાથદ્વારા દેખાય છે. આ ખભા પરથી તમે ભગવાન શિવના ત્રિશૂળનાં દર્શન કરી શકશો. જ્યારે અમે વીડિયો શૂટ કરી રહ્યા હતા ત્યારે એટલી ઊંચાઈએ પવન ફૂંકાતો હતો કે હાથ સ્થિર રાખવો મુશ્કેલ હતો.
ગુજરાતનું આ વૃદ્ધાશ્રમ જોઈને ભૂલી જશો 5 સ્ટાર હોટલ, રૂમની બહાર લગાવવામાં આવી છે વૃદ્ધના નામની નેમપ્લેટ, આવું તમને વિદેશોમાં પણ નહિ જોવા મળે

કાચનો પુલ, જ્યાં શ્વાસ થંભી જાય
270થી 280 ફૂટની ઊંચાઈ પર જવા માટે એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે. એની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પુલ પથ્થર અથવા RCCનો બનેલો નથી, પણ કાચનો છે. અમને 21 સીડી પાર કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો. કાચની સીડીઓ પરથી ગ્રાઉન્ડ ફ્લોરનો નજારો જોવા જેવો હતો.

280 ફૂટ પર ભગવાનના નાગનાં દર્શન
ભગવાન શિવનો જમણો ખભો 280 ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી તમે પદમ ઉપવનનો અદભુત નજારો મેળવી શકો છો. અહીંથી ભગવાન શિવના નાગના દર્શન તમે સરળતાથી જોઈ શકશો.

ભગવાન શિવ 110 ફૂટની ઊંચાઈ પર બિરાજમાન છે
ત્યાર બાદ ટીમ લિફ્ટ દ્વારા 110 ફૂટની ઊંચાઈએ પહોંચી હતી. આ વિસ્તારમાં હજુ પણ કેટલાંક કામ ચાલુ હતાં. જ્યારે ભોંયતળિયેથી ભગવાન શિવ પ્રતિમા તરફ નજર કરીએ તો કૈલાસ પર્વત જેવી મુદ્રા જોવા મળે છે, જે 110 ફૂટની ઊંચાઈ પર બનેલી છે. અહીં ભગવાન શિવનો જમણો હાથ જમીન પર છે. આ વિસ્તારમાં એક નાની ગેલરી બનાવવામાં આવી છે, જ્યાંથી તમે ઉદયપુર હાઈવે જોઈ શકો છો.

20 ફૂટ પર ગેલરી બનાવાશે
ત્રણ અલગ-અલગ ઊંચાઈએ આવેલી પ્રતિમાને જોવામાં લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો. 20 ફૂટની ઊંચાઈએ પહોંચતાં અહીં એક્સપિરિયન્સ ગેલરીનું કામ ચાલુ હતું. કહેવામાં આવ્યું હતું કે થોડો સમય લાગશે. આ પ્રતિમામાં આ ભાગને સૌથી વધુ રોમાંચક બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રોજેક્ટર લગાવવામાં આવશે.

એક માન્યતા પણ છે
આ પ્રતિમા વિશે કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવ શ્રીનાથજીને મળવા નાથદ્વારા આવ્યા હતા ત્યારે તેઓ આ ટેકરી પર બેઠા હતા, તેથી જ તેને ગણેશ ટેકરી કહેવામાં આવે છે.આ પ્રતિમામાં શ્રીનાથજીને મળવાનો આનંદ દર્શાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભગવાન શિવે તેમના કમંડલ અને ડમરુને પાછળ છોડી દીધાં હતાં, આથી આ મૂર્તિમાં ભગવાન શિવનું ત્રિશૂળ છે. જ્યાં ડમરુ અને કમંડલ બાકી હતાં ત્યાં તેમની મૂર્તિઓ અલગથી બનાવવામાં આવશે.

ટિકિટ અને સમય હજુ નક્કી નથી, એન્ટ્રી લોકાર્પણ થયા પછી મળશે
આ પ્રતિમા માટે હાલમાં 500થી વધુ લોકોની ટીમ કાર્યરત છે. લોકાર્પણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એ સામાન્ય જનતા માટે લોકાર્પણ થયાના 10થી 15 દિવસ પછી ખોલવામાં આવશે. ટિકિટ અને સમય શું હશે એ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આના વિશે સ્ટેચ્યૂ ઓફ બિલીફની સાઈટ પર માહિતી અપડેટ કરવામાં આવશે.

હવા, પાણી, માટી અને અગ્નિ દરેક કસોટીમાંથી પસાર થઈ
આ પ્રતિમાની વિશેષતા એ છે કે જ્યારે એનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું ત્યારે એ દરેક કસોટીમાંથી પસાર થઈ હતી. માટીથી લઈને પથ્થરો સુધી અને હવા તથા પાણીની તપાસ કરવામાં આવી હતી. આ પ્રતિમા તમામ કસોટીઓમાંથી પસાર થઈને યોગ્ય બની છે.

2012માં મોરારિબાપુએ પાયો નાખ્યો હતો
18 ઓગસ્ટ 2012માં નાથદ્વારાની ગણેશ ટેકરી ખાતે શિવજીની પ્રતિમાનો પાયો નાખવામાં આવ્યો હતો. રામ કથા વાચક મોરારી બાપુ, મુખ્યમંત્રી અશોક ગેહલોત, ડો.સી.પી.જોષી, મિરાજ ગ્રુપના સીએમડી મદનલાલ પાલીવાલે ભૂમિપૂજન કર્યું હતું.

શરૂઆતમાં ઊંચાઈ 251 ફૂટ નક્કી કરવામાં આવી હતી
નિર્માણકાર્યની શરૂઆતમાં 251 ફૂટ ઊંચી શિવની પ્રતિમા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં એની ઊંચાઈ વધારીને 351 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પ્રતિમા 351 ફૂટ પૂર્ણ થઈ ત્યારે એના પર ગંગાની જળધારા મૂકવાનો વિચાર આવ્યો. આ પછી જ્યારે આ જળધારા એના પર લગાવવામાં આવી તો તેની ઊંચાઈ વધીને 369 ફૂટ થઈ ગઈ.

10 વર્ષમાં લોકડાઉનમાં જ કામ અટક્યું હતું
આ પ્રતિમા બનાવવા માટે દેશભરમાંથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. 2012માં શિલાન્યાસ થયો ત્યારથી પ્રતિમાનું કામ સતત ચાલી રહ્યું છે. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જ્યારે પણ કોરોના દરમિયાન લોકડાઉન હતું ત્યારે કામ બંધ થઈ ગયું હતું. આ દરમિયાન જ્યારે તક મળતી ત્યારે કારીગરો કામે લાગી જતા હતા અને પ્રતિમાને પૂર્ણ કરવા માટે દિવસ-રાત કામ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published.