ગજબ છે! આ મહિલા માત્ર દોરડા કૂદીને કમાય છે લાખો રૂપિયા, મોટી-મોટી બ્રાન્ડ્સ લાગી છે લાઇન માં માંગે તેટલા આપી રહી છે પૈસા

Story

લોરેન ફ્લાયમેન નામની મહિલાએ પોતાના અજીબોગરીબ બિઝનેસથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હકીકતમાં 30 વર્ષની લોરેન ફ્લાયમેન માત્ર દોડરા કૂદીને મોટી કમાણી કરી રહી છે. તેના આ શોખના કારણે ઘણી મોટી બ્રાન્ડ્સ તેની સાથે કામ કરવાની ઓફર કરી રહી છે. રિપોર્ટના અનુસાર, 30 વર્ષની લોરેન ફ્લાયમેનને સોશિયલ મીડિયા પર લોકો લોરેન જમ્પ્સના નામથી ઓળખે છે, કેમ કે લોરેન તેના દોરડા કૂદવાના શોખને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. લાખો લોકો તેણે સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

નોકરી ગુમાવ્યા પછી, તેણે દોરડા કૂદવાનું શરૂ કર્યું:
લોરેન પહેલા એક સેલ્સ કંપનીમાં કામ કરતી હતી, પરંતુ તેને પોતાના સેલ્સનું કામ ક્યારેય પસંદ ન આવ્યું. તે આખો દિવસ બહાર રહેતી હતી. વર્ષ 2020માં પહેલા લોકડાઉન દરમિયાન તેણે અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી અને તે બેરોજગાર થઈ ગઈ. તેનો મોટાભાગનો સમય ઘરમાં જ પસાર થતો હતો. જીમ બંધ હોવાને કારણે તે ઘરે જ રહેતી અને ઘરે જ એક્સર્સાઈઝ કરતી હતી.

જીમમાં તેણે દોરડા કૂદવાનું સૌથી વધારે બેકાર કામ લાગતું હતું, પરંતુ પોતાને વ્યસ્ત રાખવા માટે તે દોરડા કૂદતી હતી જેથી તે ઘરે બેઠા બેઠા ફિટનેસનું ધ્યાન રાખી શકે. લોકડાઉનમાં તે દોરડા કૂદીને તે તેમાં એક્સપર્ટ બની ગઈ. તે દરમિયાન તે ઘરે હતી અને એક્સર્સાઈઝ પણ પોતાના ઘરે જ કરતી હતી. એક્સર્સાઈઝમાં તેણે દોરડા કૂદવાનું સૌથી બેકાર લાગતું હતું પરંતુ ઘરે હોવાથી પોતાની જાતને વ્યસ્ત રાખવા માગતી હતી. તેથી તેણે દોરડા કૂદવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ તે દોરડા કૂદવામાં એટલી નિષ્ણાત બની ગઈ કે તેણે અલગ-અલગ રીતે દોરડા કૂદવાનું શરૂ કર્યું.

મોટી બ્રાન્ડ્સની સાથે કામ કરી રહી છે:
લોરેન પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દરરોજ વીડિયો શેર કરે છે. તેના વીડિયોને લોકો ખૂબ પસંદ કરે છે. તેના વીડિયો ઘણા પોપ્યુલર થયા અને ઘણી બ્રાન્ડ્સે તેની પ્રોડક્ટ્સ વેચવા માટે તેનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. ડાયટ બ્રાન્ડ, એડિડાસ જેવી સ્પોર્ટ્સ વિયર બ્રાન્ડ્સે તેની સાથે ટાયઅપ કર્યું છે અને લોરેન તેમની વસ્તુઓને વેચીને પૈસા કમાય છે. પોતાના કમાયેલા પૈસાને તે ઈન્વેસ્ટ કરી રહી છે અને તેનાથી પણ તેણે ઘણો ફાયદો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *