અત્યારના સમય અનેક ઘટના એવી હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે. ત્યારે આજે અમે એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ જે જાણીને તમે પણ દંગ રહી જશો. દરેક માતા બાળકને જન્મ આપે છે અને તેને સારી તકેદારી રાખીને ઉછેરતા હોય છે. ત્યારે એક માતાએ દેડકા જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો છે અને તે બાળકના હાથ પણ દેડકા જેવા જ હતા. તે બાળકને જોઈને ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા તે બાળક જન્મ થયાની થોડીક જ વારમાં મૃત્યુ થયું હતું.
તે બાળકને ગર્દન પણ ન હતી અને મોટી મોટી આંખો હતી જે એકદમ દેડકાની જેમ જ દેખાતી હતી. આ ઘટના આજુ બાજુના વિસ્તારમાં ફેલાઈ જતા લોકો બાળકને જોવા માટે દોડી આવ્યા હતા અને પતિ ગોવિંદ ભાઈ પાસવાને કહયું હતું.
સરિતા દેવીની તે ત્રીજી ડિલિવરી હતી તેમને પહેલી થીજ બે પુત્રીઓ છે. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે મહિલાની નોર્મલ ડિલિવરી થઈ હતી બાળકનું વજન ૮૦૦ ગ્રામ જેટલું હતું પરંતુ તેની ગર્દન વિભાગનો જે વિકાસ થવો જોઈએ તે થયો ન હતો તેથી તે બાળકનું ગણતરીની મિનિટમાં જ મોત થયું હતું.
ડોક્ટરે કહ્યું હતું કે મહિલાએ પહેલા ક્યાંય મેડિકલ તપાસ કરાવી ન હતી. તેનો પતિ મજૂરી કરે છે મહિલાને સમયસર જમવાનું અને બીજી અન્ય તકલીફના કારણે બાળકનો પેટમાં વિકાસ થયો ન હતો. તેના કારણે જ બાળક વાંક ચુકી આકારમાં બાળક જન્મ લેતું હોય છે. આ ઘટનાને લઈને ડોક્ટરે કહ્યું હતું કે આ એક જન્મજાત રોગનું ઉદાહરણ છે.