આ યુવકે દેશ માટે શહીદ થયેલા જવાનોને આપી અનોખી શ્ર્દ્ધાજંલી, સ્કેટિંગ રાઇડિંગ કરીને જવાનોના ઘરે જઈને…, જુઓ તસવીરો…

Story

દેશના સેનાના જવાનો દેશની સેવા કરવા માટે હંમેશા માટે તૈયાર જ રહેતા હોય છે, સેનાના જવાનો દેશની સેવા કરવા માટે તેમના પરિવારના લોકોથી દૂર રહેતા હોય છે, ઘણીવાર સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ પણ થઇ જતા હોય છે, તેથી તે સાંભળીને આપણને ખુબ જ દુઃખ લાગતું હોય છે, શહીદ થયા બાદ દેશના જવાનને દરેક લોકો ભીની આંખે શ્ર્દ્ધાજંલી પણ આપતા હોય છે.

તેથી હાલમાં એક તેવો જ યુવક જે આણંદનો રહેવાસી છે, તે યુવક 12 એપ્રિલના રોજ તેના ઘરેથી રાત્રે દસ વાગે સ્કેટિંગ લઈને નીકળ્યો હતો અને ૧૩ એપ્રિલના રોજ સવારે શહીદ જવાનના ઘરે અલ્હાદપુર પહોંચ્યો હતો, આ સેનાના જવાન જમ્મુ કશ્મીરમાં તેમની ફરજ બજાવતા હતા, આ જવાનનું નામ તુલસીભાઇ બારૈયા હતું, આ જવાન તેમની ફરજ દરમિયાન શહીદ થઇ ગયા હતા.

તેથી આણંદનો આ યુવક તેના ઘરેથી ૧૨૦ કિલોમીટર સુધી સ્કેટિંગ કરીને શહીદ જવાનના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને યુવકે જવાનના પરિવારના લોકોને શ્ર્દ્ધાજંલી આપી હતી, થોડા સમય પહેલા પણ આણંદનો આ યુવક કપડવંજના વણઝારીયા ગામે પહોંચ્યો હતો, ત્યાં જઈને પણ સેનાના જવાન જે દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા તો શહીદ જવાન હરેશભાઇ પરમારને પણ શ્ર્દ્ધાજંલી આપી હતી.

તેથી તેવી જ રીતે અલ્હાદપુર પહોંચીને શહીદ જવાનના પરિવારના લોકોને આ યુવકે સાંત્વના આપી હતી. આણંદનો આ યુવક બીજીવાર 120 કિલોમીટર સુધી સ્કેટિંગ કરીને શહીદ જવાનના પરિવારને મળવા માટે ગયો હતો અને પરિવારના લોકોને ત્યાં પહોંચીને શ્ર્દ્ધાજંલી આપશે, આથી બીજી વાર આ યુવક ૧૨૦ કિલોમીટર સુધીની સ્કેટિંગની મદદથી લાંબી યાત્રા કરશે.

Leave a Reply

Your email address will not be published.