પહેલા રસ્તા પર ભીખ માંગતો આ યુવક છેલ્લા 23 વર્ષથી દરરોજ બાર સો લોકોને મફતમાં ભર પેટ ભોજન કરાવીને…

Story

જો તમારું દિલ સારું હોય હોય તો સારી નિયત આખું જીવન આપણી સાથે રહે છે. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું કે જે પોતે રસ્તા પર માંગીને ખાતો હતો તે જ યુવક આજે હજારો ગરીબ લોકોનું પેટ ભરવાનું પુણ્યનું કામ કરી રહ્યો છે.

આ યુવકનું નામ મુરુગન છે અને તે છેલ્લા ૨૩ વર્ષથી ગરીબ અને નિરાધાર લોકોનું પેટ ભરવાનું કામ કરે છે.મુરુગન જયારે ૧૨ માં ધોરણમાં નાપાસ થયા ત્યારે તેમને નિરાશ થઇને પોતાનું જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું. પણ તે એવુંના કરી શક્યા અને શહેરમાં જઈને રસ્તાઓ પર રહેવા લાગ્યા.

એ સમયે તેમને ખુબજ તકલીફોનો સામનો કર્યો. ભીખ માંગી માંગીને પોતાનું પેટ ભરતા હતા. ત્યારે એક ભલા માણસે તેમને નોકરી અપાવી.ત્યારે મુરગને નક્કી કર્યું કે તે પોતાના જીવનમાં ગરીબ અને નિરાધાર લોકોની મદદ કરશે. ત્યારે તે પોતાની કમાણી માંથી રસ્તા પર રહેતા ગરીબ લોકોને ભોજન કરાવતા હતા.

કારણ કે તેમને પોતાના ખરાબ દિવસો યાદ આવી જતા હતા. ધીરે ધીરે તેમને પોતાના કામને એક સંસ્થામાં ફેરવી દીધી અને સમાજ સેવાનું કામ કરવા લાગ્યા.મુરુગન છેલ્લા ૨૩ વર્ષથી આ સમાજ સેવાનું કામ કરી રહ્યા છે.

તે દિવસ દરમિયાન ૧૨૦૦ ભૂખ્યા લોકોને મફતમાં ભોજન કરાવી રહયા છે. તેના ૧૦૦૦ અનાથ બાળકો અને ૨૦૦ રસ્તા પર રહેતા ગરીબ અને નિરાધાર લોકો હોય છે. તે પોતાના શહેરને ભિખારી મુક્ત બનાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.