જીમમાં જે લોકો રાત્રે કસરત કરે છે તે થઈ જાવ સાવધાન, તેમને થઈ શકે છે આ સ્વાસ્થ્ય સમસ્યા

Health

ઘણા લોકો ફિટનેસ માટે જ્યારે સમય મળે ત્યારે વર્કઆઉટ કરતા હોય છે. ઘણા લોકોને દિવસ દરમિયાન સમય ન મળતા તેઓ રાતના સમયે વર્કઆઉટ કરતા હોય છે. પણ જીમમાં રાત્રે વર્કઆઉટ કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે.
યુવકને નશામાં લુડો ગેમ રમાડીને રૂ. 60 લાખની મતા પડાવી લીધી, અને પછી…

રાત્રે જીમમાં વર્કઆઉટ કરવાથી રાત્રે સૂતા સમયે ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ થાય છે. રાત્રે જીમમાં વર્કઆઉટ કરતા સમયે હ્દયના ધમકારા વધે છે. તેનાથી શરીરમાં ઓક્સીજન લેવલમાં વધઘટ અને લોહીનું પરિભ્રમણ થવા લાગે છે.

રાત્રે જીમમાં વર્કઆઉટ કરતા લોકોને દિવસ દરમિયાન ઘણી સમસ્યાઓ થાય છે. ઓફિસથી આવ્યા બાદ આવા લોકો ખુબ ભૂખ લાગે છે. જેના કારણે તેઓ વધારે ભારે ખોરાક જમી લે છે. આ ભારે ખોરાક જીમમાં વર્કઆઉટ માટે યોગ્ય નથી હોતુ.

જે લોકોને રાત્રે જીમમાં વર્કઆઉટ કરવાની આદત છે તેઓના મસલ્સને નુકશાન પણ થાય છે. તેની સારવાર માટે આરામની જરુર પડે છે.

રાત્રે વર્કઆઉટ કરવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. તેનાથી નર્વસ સિસ્ટમ પણ ઉત્તેજિત રહે છે. જેને પહેલા જેવુ સામાન્ય થવામાં ઘણો સમય લાગે છે.
વિદેશી પત્ની એ ખેતરમાં નવી રીતે વાવી ડુંગળી, સાસુએ કર્યા વહુના વખાણ

Leave a Reply

Your email address will not be published.