આ તો વળી કેવી બીમારી… જેને આ બીમારી થાય તે પોતાને ગાય સમજીને ઘાસ ચરવા લાગે છે!

ajab gajab

ધ કાઉ નામની મેહરજુઇની એક ઇરાની ફિલ્મમાં એનાઇમી નામની છોકરીને ગાયની ઘંટડી ભેટ આપવામાં આવે છે. તે આ ખૂબજ કિંમતી અને વૈભવી ઝવેરાત છે એમ માનીને છેવટે તે ગાયમાં ફેરવાઇ જાય છે. આ ફિલ્મમાં મહિલાઓની નબળી સામાજિક સ્થિતિના સંદર્ભમાં ગાય તરીકે દર્શાવવામાં આવી છે પરંતુ એક અજબ પ્રકારની માનસિક બીમારી ધ્યાનમાં આવી છે જેમાં માણસ ગાય જેવું વર્તન કરે છે અને પોતાને ગાય સમજવા લાગે છે.

બોનથ્રોપી તરીકે ઓળખાતી આ બીમારીમાં દર્દી ગાય હોય એવા આભાસમાં જીવવા લાગે છે. હાથ અને પગ વડે ચાલવા લાગે છે જયાં ઘાસ મળે ત્યાં ખાવા લાગે છે. તેને ઘરનું ભોજન ભાવતું નથી ઘાસ અને શાકભાજીના પાંદડા આપો તો તરત જ ખાવા લાગે છે. ગાયના ટોળામાં ઘૂસીને ચૂપચાપ ઘાસ ખાવા લાગે છે અને પોષણયુકત ખોરાકના અભાવના કારણે તેનું શરીર નબળું પડતું જાય છે. કુપોષણનો ભોગ બને ત્યારે તે કતલખાને લઇ જાવ એવી જીદ્ કરવા લાગે છે.

ધીમે ધીમે બોલવાનું તો સાવ બંધ જ કરી દે છે. નિષ્ણાતોનું માનવું છે કે આદિમાનવ યુગની આ બીમારી રેર જોવા મળતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કિસ્સા વધવા લાગ્યા છે. આ ડિસઓર્ડર એટલો વધારે પ્રમાણમાં હોય તો જીંદગીભર માણસ હોવા છતાં ગાય બનીને રહેવા લાગે છે. બોનથ્રોપીને દુનિયાની ખતરનાક ગણાતી બીમારીમાં ગણવામાં આવે છે. આ બીમારીને સેલ્ફ આઇડેન્ટિટી ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં આવા વિચિત્ર રોગના ૧૦૦ થી પણ વધારે દર્દીઓ છે. મનુષ્ય આડી અવળી કે ઉલટી સીધી હરકત કરે ત્યારે તેને જાનવર કહીને ટોકવામાં આવે છે પરંતુ આ રોગમાં દર્દી પોતાને માણસ નહી પરંતુ જાનવર સમજે છે અને જાનવર જેવી હરકત કરવા લાગે છે.

પ્રાચીન સમયમાં બીમારીને ધાર્મિક અને ભૂત વળગાટની દ્રષ્ટીએ જોવામાં આવતી હતી. ઇસ પૂર્વે ૬૦૫ થી ૫૬૨ દરમિયાન ન્યૂ બેબિલોનના રાજા નેબુચદનેઝારને આ બીમારી થતા તેને રાજ્યમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. બહાર કાઢી મુકેલા રાજા ઘાસ ખાઇને જીવતો હતો એવી વાત લોકવાયકા હતી. પર્શિયન પરંપરા મુજબ રાજુકમાર મજલ અલ-દવલા પોતે ગાય હોવાના આભાસથી ભ્રમિત હતો.

આ સાયકોલોજિકલ ડિસઓર્ડર માણસને જાનવરની જેમ હરકત કરવા મજબૂર કરે છે. ગાયની જેમ હરકત કરે તેમ છતાં તેને એ વાતનો ખ્યાલ નથી હોતો. તેને એ પણ ખ્યાલ નથી આવતો કે તે આવું શા માટે કરે છે ? મહાન મનોવિજ્ઞાાની સિગમંડ ફ્રોઇડે નોંધ્યું હતું કે ઘણા માનસિક રોગોની શરુઆત સપનામાં ઉદભવતા આભાસને કારણે થાય છે. આ વિચિત્ર રોગમાં સપનાઓ મહત્વનો ભાગ ભજવતા હોય એવું અનુમાન લગાવી શકીયે. બોનથ્રોપીએ સ્કિઝોફેનિયા કે બાયપોલર ડિસઓર્ડર જેવા રોગોનું વધારાનું મનોવૈજ્ઞાાનિક પાસુ હોઇ શકે છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી પણ સાઇકોથેરાપી આપીને તેને ગાય હોવાના આભાસમાંથી મુક્તિ અપાવી શકાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *