આજકાલ લોકો સવાર સાંજ ચાલવા કે માઈન્ડ ફ્રેશ કરવા માટે પાર્કમાં જતા હોય છે. મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કની સુવિધા હોય છે. જ્યાં મહિલાઓ અને પુરુષો બંને વોક કરતા જોવા મળે છે. પાર્કમાં જઈએ ત્યારે આપડે બાળકોને રમતા જોઈએ છીએ. પાર્કમાં ચાલવા કે ટહેલવા માટે મોટાભાગના લોકો સ્પોર્ટ્સ ટ્રેક સૂટ પહેરતા હોય છે. જો કે એવો કોઈ નિયમ નથી હોતો કે કોઈ ખાસ કપડાં પહેરીને જ પાર્કમાં જવાનું હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા પાર્ક વિશે જણાવીએ છીએ કે જ્યાં એન્ટ્રી કરતા પહેલા તમારે તમારા કપડાં ઉતારવા પડશે. કોઈ પણ મહિલા કે પુરુષને અહીં કપડા પહેરીને અંદર નથી આવવા દેવામાં આવતા.
આ પાર્કમાં કપડાં કાઢીને ફરે છે લોકો
સીએનએનના એક રિપોર્ટ મુજબ આ પાર્કમાં લોકો કપડાં કાઢીને ઓપન હાલતમાં કોઈ પણ રોકટોક વગર ઘૂમી શકે છે. આ પાર્ક ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે. પેરિસના એક પબ્લિક પાર્ક ‘બોઈસ દે વિન્સેન્સ’ નો એક ભાગ ન્યૂડ ક્ષેત્ર બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ખાસ કરીને ન્યૂડ રહેતા લોકો માટે ખોલવામાં આવ્યો છે. અહીં લોકો પોતાની મરજી મુજબ ફરી શકે છે અને કપડાં વગર થઈને ફરવામાં આઝાદી મહેસૂસ કરતા હોય છે. આ માટે તેમણે કોઈ દરિયાકાંઢે જવાની પણ જરૂર રહેતી નથી.
પાર્કમાં સુરક્ષા વ્યવસ્થા
આ પાર્કની સૌથી ખાસ વાત એ છે કે અહીં સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ ગેરવર્તણૂંક થઈ તો અહીં કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ પાર્ક વિશે અધિકારીઓનું કહેવું છે કે આ પાર્ક ન્યૂડિસ્ટ ઝોન પાર્કના મોટા રિઝર્વ પાસે આવેલો છે અને તેની સાઈઝ એક ફૂટબોલના મેદાન જેટલી મોટી છે.
ફિક્સ ટાઈમે ખોલવામાં આવે છે પાર્ક
અહીં ઘૂમનારા લોકોને કોઈ હેરાન કે પજવણી કરશે નહીં. શરૂઆતમાં આ પાર્ક એક પ્રયોગને આધારે ખોલવામાં આવ્યો છે. આ પાર્કમાં જે લોકો ફરવા માટે આવે છે તેમના માટે એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે.