અભ્યાસનું આજે બધી જ જગ્યાએ ઘણું મહત્વ છે અને ઘણા એવા યુવકો અને યુવતીઓ આજે મન લગાવીને તેમનો અભ્યાસ કરતા હોય છે અને તેમના માતા-પિતા અને પરિવારનું નામ દેશભરમાં રોશન પણ કરતા હોય છે. આજે દીકરીઓ બધા જ ક્ષેત્રે આગળ વધી રહી છે અને દેશભરમાં ડંકો વગાડી રહી છે.
એવામાં હાલ નડિયાદની એક દીકરીએ ગોલ્ડ મેડલ મેળવીને પિતાનું નામ રોશન કર્યું. નડિયાદમાં રહેતી અને વડોદરાની પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી યુવતીએ આ યુનિવર્સીટીમાં પહેલો ક્રમાંક મેળવીને માતા-પિતાનું નામ રોશન ર્ક્યું છે.
આ દીકરીનું નામ દિપાલી છે અને તેના પિતાનું નામ હિતેષભાઇ છે. આ પરિવાર નડિયાદના પીજ રોડ પર રહે છે, હિતેષભાઇ અખબાર વેચે છે અને બેંકમાં ક્લાર્ક છે. દિપાલીને ૧૨ માં ધોરણમાં ૭૫ ટકા આવ્યા હતા અને ત્યારે જ દિપાલીને સારા અભ્યાસ માટે પારુલ યુનિવર્સીટીમાં મૂકી હતી.
અહીંયા દીકરીએ બી કોમનો અભ્યાસ કરવા માટે મૂકી હતી અને આ અભ્યાસમાં જ તેને ગોલ્ડ મેડલ મેળવવો હતો પણ તેને પહેલો નંબર ના આવ્યો અને ત્રીજો ક્રમાંક આવ્યો હતો, પણ દિપાલીને પહેલો ક્રમાંક લાવીને ગોલ્ડ મેડલ જીતવો હતો.
એટલે તેને હિંમત હારી નહતી અને એમકોમમાં પુરેપુરી તૈયારી બતાવી હતી અને સખત મહેનત પણ કરી હતી.તો હાલમાં દિપાલીએ એમકોમમાં પહેલો ક્રમાંક મેળવીને ગોલ્ડ મેડલ જીતી લીધું અને તેના પિતાની જે ઈચ્છા હતી એ દીકરીએ પુરી કરીને પરિવાનું નામ દેશભરમાં રોશન કર્યું.
દીકરીની આ મોટી સિદ્ધિથી આખા પરિવારમાં ખુશીઓ આવી ગઈ હતી. તેમ જ પિતા હિતેષભાઇ જાદવની પણ એજ ઈચ્છા હતી કે તેમની દીકરી સારું એવું ભણે અને તેમનું નામ રોશન કરે તો દીકરીએ માતા-પિતાનું અને પરિવારનું નામ રોશન ર્ક્યું.