સલામ છે આ દીકરીને પિતા બીમાર હોવાથી આજે પરિવારનો દીકરો બનીને પરિવારની પુરી જવાબદારી સંભાળે છે અને…

Story

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમનું જીવન ઘણી મુશ્કેલીઓથી જીવતા હોય છે, આજે આપણે એક તેવી જ દીકરીની વાત કરીશું, આજે બધા લોકો આ દીકરીના કામને જોઈને તેની હિંમતને સલામ કરતા હતા. આ દીકરીનું નામ જાનવી હતું, જાનવી તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાણીપુરી વેચતી હતી, આ દીકરી અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ઉભી રહેતી હતી.

આ દીકરીએ બીસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો, આ દીકરી અને તેના પિતા બંને એકલા જ પરિવારમાં રહેતા હતા, આ બંને સિવાય જાનવીના પરિવારમાં બીજું કોઈ રહેતું ન હતું, તેથી જાનવી તેના પિતાને ટેકો કરવા માટે નોકરી કરતી હતી, જે સમયે દેશમાં લોકડાઉન લાગ્યું તે સમયે જાનવીની નોકરી છૂટી ગઈ હતી, ત્યારબાદ જાનવીના પિતાને પણ પગમાં ઓપરેશન હતું તેથી તે કામ પર જઈ શકતા ન હતા.

તેથી પરિવારની બધી જ જવાબદારી જાનવી પર આવી ગઈ હતી, તેથી જાનવીએ કઈંક અલગ કરવાનું નક્કી કર્યું, ત્યારબાદ જાનવીએ પાણીપુરી વહેંચવાનું શરૂ કર્યું હતું, જાનવીએ પાણીપુરી ચાલુ કરવા માટે તેના પાસે જે પૈસા હતા તેમાંથી થોડો સામાન ખરીદ્યો અને પાણીપુરી બનાવીને તેને વેચવાનું શરૂ કર્યું હતું, જાનવી તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસ રાત સખત મહેનત કરતી હતી.

જાનવીબેન પાણીપુરીની સાથે સાથે ખીચું પણ વેંચતા હતા, પાણીપુરીમાંથી સારી કમાણી કરીને જાનવીબેન તેમના પિતાનું અને તેમનું સારી રીતે ગુજરાન ચલાવતા હતા, આથી બધા લોકો જાનવીબેનના આ કામને જોઈને તેમની હિંમતના વખાણ કરતા હતા, પરિવારમાં દીકરો ન હોવાથી જાનવીબેન આજે દીકરો બનીને પરિવારની અને પિતાની જવાબદારી સંભાળી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.