તમે આજ સુધી એવા ઘણા યુવક યુવતી ઓને જોયા હશે કે જે બાપના પૈસે લેર કરતા હોય અને જો તે અમિર પરિવારથી આવતા હોય તો અવાર નવાર લોકોની વચ્ચે પોતાની અમીરી બતાવતા હોય છે. પણ આજે અમે તમને એવી દીકરી વિષે જણાવીશું કે જે આજે દેશના યુવક યુવતીઓ માટે એક પ્રેરણા રૂપ છે.
આ દીકરીનું નામ અમૃત કોર ગિલ છે અને તે એક ટ્રક ડ્રાઈવરની નોકરી કરે છે.તમે લાગતું હશે કે તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે દીકરી આવી નોકરી કરતી હશે. પણ એવું નથી અમૃત કોર એક સારા પરિવારમાંથી આવે છે.
તેમના પરિવાર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. દીકરીએ સારી કોલેજ માંથી MBA કર્યું છે. છતાં આજે તે ટ્રક ડ્રાઈવરની નોકરી કરે છે. દીકરી દરરોજ ગેસથી ભરેલા ટેન્કરનું સંચાલન કરે છે.
Meet Amrit Kaur Gill, an MBA graduate from an affluent family, driving a fuel tanker herself and 'braking' stereotypes.#AmritKaurGill #FemaleDriver #Punjab #AajNEWJDekhaKya pic.twitter.com/XXalRTiDUA
— NEWJ (@NEWJplus) May 18, 2022
અમૃત કહે છે કે તેને આ કામ કરવામાં ખુબજ ખુશી મળે છે. કામ કામ હોય છે. લોકોને મારા વિષે જે પણ વાતો કરવી હોય તે કરી શકે છે. મને તે વાતથી કોઈ જ ફરક નથી પડતો. આજે અમૃતની એક હોસ્પિટલ અને પેટ્રોલ પંપ પણ છે.
અમૃતનું માનવું છે કે વ્યકતિ તેના કર્મોથી આગળ આવે છે. દરેક વ્યકતિએ કર્મ કરવું જોઈએ.કર્મ વિના માણસને સ્વર્ગ નથી મળતું. તેમના આજે ત્રણ બાળકો છે. તેમાં ઘણા બધા બિઝનેસ છે
અને જો કોઈ ડ્રાઈવર નોકરી પર ના આવ્યો હોય તો અમૃત તેની જગ્યાએ ટ્રક ચલાવીને જાય છે અને કામ પૂરું કરે છે. લોકો તેમાં વિષે ઘણીં અલગ અલગ વાતો કરે છે પણ તેમને તેનાથી કોઈ જ ફરક નથી પડતો.