ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે આપણને જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ખેતી જોવા મળે છે, આપણા દેશમાં હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો પણ છે જે નાની મોટી ખેતી કરીને લાખોની આવક કરતા હોય છે. આજે આપણે એક એવા જ ગુજરાતના ખેડૂત વિષે જાણીએ જેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે.
આ ખેડૂત સાબરકાંઠાના છે. સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલા હિંગરાજ ગામના ભાવિક કુમાર જેઓ થોડા વર્ષ પહેલા તેમના ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પહેલા પરંપરાગત ખેતી કરતા હતા. આ ખેતીમાં ખર્ચ વધારે થાય છે અને ફાયદો ઓછો થાય છે.
તો તેઓએ ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કરી લીધું હતી અને તેની માટે અમદાવાદથી ટ્રેનિંગ પણ તેઓએ લીધી હતી. આજે ભાવિકકુમાર પાસે ૧૫ એકર જમીન છે અને તેમાંથી તેઓ થોડી જ જમીનમાં પ્રાકૃતિક ખેરી કરે છે અને ગાયનું છાણ અને મુત્રમાંથી જીવામૃત જેવી વસ્તુ બનાવીને જમીનમાં વાપરે છે.
જેથી જમીનની પણ ફળદ્રુપતા વધે છે સાથે સાથે આ ખેતી કરવામાં ખર્ચો પણ ઓછો આવે છે અને સાથે ઉપજ પણ વધારે થાય છે જેથી ખર્ચ ઓછી અને નફો સારો થાય છે.
આજે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એટલે તેમના ખેતરની મુલાકાત લેવા માટે ઘણા એવા ખેડૂતો આવે છે અને આ બધા જ ખેડૂતો ભાવિક કુમાર પાસેથી કંઈક શીખીને જાય છે જેથી ઓછા ખર્ચે બીજા ખેડૂતો પણ સારી એવી આવક મેળવી શકે અને જમીનને પણ બચાવી શકે. આજે મોટે ભાગે બધા જ ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યાં છે.