ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ આપ્યું ભગવાન વિશે વિવાદાસ્પદ નિવેદન, ભગવાન પર ગંદા નિવેદન કરવા બદલ થયો કેસ…

Bollywood

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને એક્ટિંગને લઇને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ આ વખતે આ અભિનેત્રીએ એવુ નિવેદન આપી દીધુ છે કે જેના લીધે વિવાદનો વંટોળ શરુ થઇ ગયો છે. શ્વેતાએ ભોપાલમાં વેબ સિરીઝ ‘શોસ્ટોપર’ના પ્રમોશન દરમિયાન એવુ નિવેદન આપી દીધુ છે કે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદન અંગે જણાવ્યુ કે આ સહન કરવામાં નહી આવે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે શ્વેતા તિવારીનું નિવેદન ખૂબ જ વાંધાજનક છે. ભોપાલ પોલીસ કમિશનરને આ મામલાની તપાસ કરીને 24 કલાકમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ સ્હેજ પણ ચલાવી લેવામાં નહી આવે. મહત્વનુ છે કે શ્વેતા તેની આગામી વેબ સિરીઝની જાહેરાત માટે ગત દિવસે ભોપાલ પહોંચી હતી. શ્વેતાએ પોતાની ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

શ્વેતાએ અહીં મીડિયા સાથે વાત કરતા વાંધાજનક નિવેદન આપ્યું હતું. તે જ સમયે, તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભોપાલમાં વેબ સિરીઝ ‘શોસ્ટોપર’ના પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારીએ સ્ટેજ પર ચર્ચા કાર્યક્રમમાં મજાક ઉડાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. તેણ કહ્યુ હતુ કે, ‘ મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે’. શ્વેતાના આ નિવેદન બાદ વિવાદ શરુ થઇ ગયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આવી બાબતે ભગવાનને વચ્ચે લાવવા બદલ લોકો શ્વેતાની ટીકા કરી રહ્યા છે.

કાર્યક્રમનો વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સોશિયલ મીડિયા પર જોર પકડ્યો અને વિવાદ વકર્યો. હવે સમાચાર આવી રહ્યા છે કે શ્વેતા તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ભાપોલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુરુવારે મામલો એટલો ગરમાયો કે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ 24 કલાકમાં પોલીસ કમિશનર પાસેથી તપાસનો રિપોર્ટ માંગ્યો છે. સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારી સામે યુઝરનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. જો કે શ્વેતા તિવારીએ અત્યાર સુધી આ મામલે મૌન તોડ્યું નથી. બીજી તરફ જ્યારે શ્વેતા તિવારીના નિવેદનનો આખો વીડિયો સામે આવ્યો તો મામલો કંઈક બીજો જ નીકળ્યો.

Leave a Reply

Your email address will not be published.