ઉજજૈન કાલ ભૈરવ દાદા ને ચડે છે દારૂ, જાણો તેની પાછળ રહેલા રહસ્ય વિશે…

Dharma

આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જેમાં રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલ ભૈરવનું.

આ મંદિર સંદર્ભે ચમત્કારી વાત એ છે કે અહીં સ્થિત કાલભૈરવ ની પ્રતિમા દારૂનું સેવન કરે છે. પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ દુનિયાના ઘણા લોકો અહીં પહોંચે છે. મંદિરના પૂજારી પૂજ્ય ઓમ પ્રકાશ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર, આ મંદિર નું વર્ણન સ્કંદ પુરાણના અવંતિકા ખંડમાં પણ જોવા મળે છે.

પંડિત ચતુર્વેદીના જણાવ્યા અનુસાર ભગવાન કાલ ભૈરવ ના વૈષ્ણવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી ઘણી દંતકથા આ પણ પ્રચલિત છે. ઉજ્જૈનના રાજા ભગવાન મહાકાલ એજ કાલભૈરવને આ જગ્યાએ શહેરની રક્ષા માટે નિયુક્ત કર્યા છે એટલા માટે કાલભૈરવને શહેરના કોટવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભગવાન કાળભૈરવનું મંદિર ક્ષીપ્રા નદીના કિનારે ભૈરવ ગઢમાં છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં ભગવાન કાળભૈરવની પ્રતિમાને દારૂ નો ભોગ ધરાવવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે થોડી જ વારમાં જે પાત્રમાં દારૂ નો ભોગ ધરાવવામાં આવે છે તે પાત્ર ખાલી થઈ જાય છે. દારૂ ક્યાં જાય છે એ રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી આ ચમત્કારને જોવા અહીં હંમેશા શ્રદ્ધાળુઓની ભીડ જામેલી જોવા મળે છે.

પંડિત ચતુર્વેદી ના જણાવ્યા અનુસાર, લગભગ એક દાયકા પહેલા મંદિરના પાયા વધુ મજબૂત કરવા માટે મંદિરની ચારે તરફ લગભગ બાર બાર ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા. આ ખોદકામ મંદિરના જિર્ણોદ્ધાર માટે કરવામાં આવ્યું હતું પરંતુ તેને જોવા ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા બધાએ જાણવા ઈચ્છતા હતા કે કાલભૈરવ જે દારૂનું સેવન કરે છે તે દારૂ જાય છે ક્યાં?

આ જિજ્ઞાસા શાંત કરવા માટે ખોદકામ દરમ્યાન ઘણા લોકો ત્યાં હાજર રહ્યા હતા પરંતુ ખોદકામમાં આવું કંઈ જ જાણવા મળ્યું નહીં જેનાથી તેમના પ્રશ્નોનું સમાધાન થઇ શકે. આ મંદિર વિશે ઘણી લોક વાર્તાઓ પણ છે ઘણા વૈજ્ઞાનિક પણ મંદિરનું રહસ્ય જાણવા આવ્યા પરંતુ આ ચમત્કાર પાછળનું કારણ જાણી શક્યા નથી.

ભગવાન કાળભૈરવનું મંદિર મુખ્ય શહેરથી થોડે દૂર બનાવવામાં આવ્યું છે. આ જગ્યા ભૈરવગઢ તરીકે પ્રસિદ્ધ છે. કાલ ભૈરવ નું મંદિર એક ઊંચા ટેકરા પર બનેલું છે જેની ચારે તરફ દિવાલ છે. પંડિત ચતુર્વેદી ના જણાવ્યા અનુસાર મંદિરનું જીર્ણોદ્વાર લગભગ 1000 વર્ષ પહેલા પરમાર કાલીન રાજાઓએ કરાવ્યો હતો.

આ નિર્માણ કાર્ય માટે મંદિરની જમણી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મંદિર મોટા મોટા પથ્થરો ને જોડીને બનાવવામાં આવ્યું છે. આ મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. પુરાણોમાં જે અષ્ટ ભૈરવ નું વર્ણન છે તેમાં આ મુખ્ય છે .

આ મંદિરમાં ભગવાન કાળભૈરવની પ્રતિમા ને સિંધિયા પાઘડી પહેરેલી છે. હા પાઘડી બાલવીરના સિંધિયા પરિવાર તરફથી આવે છે આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આ સંદર્ભે માન્યતા છે કે લગભગ ૪૦૦ વર્ષ પહેલા સિંધીયા ઘરાનાના રાજા જાની દુશ્મનો સામે બહુ ખરાબ હાર થઇ હતી એ સમયે એવું કાલભૈરવના મંદિર પહોંચ્યા હતા તો તેમની પાઘડી પડી ગઈ.

ત્યારે મહાદેવજી સિંધિયાએ પોતાની પાઘડી કાલભૈરવને અર્પિત કરી દીધી અને દુશ્મનો પર વિજયની પ્રાર્થના કરી. ત્યારબાદ પ્રાર્થનાથી રાજા નો વિજય થયો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું. ભગવાન કાલભૈરવના આશીર્વાદથી પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન તેઓએ એક પણ યુદ્ધ ના હાર્યા. આ પ્રસંગ બાદ થી જ આજે પણ વાયરના રાજઘરાના માંથી કાલભૈરવ માટે પાઘડી આવે છે.

લેખક:-પ્રજાપતિ તુષાર “ઝાકળ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *