ઉલ્કાપીંડ ના ટકરાવાથી પૃથ્વી પર પડેલા મોટા ખાડા વિશે વૈજ્ઞાનિકે અમુક નવા રાઝ ખોલ્યા છે. ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાવા થી બનેલા મોટા ખાડા ને ક્રેટર્સ કહેવામાં આવે છે. દુનિયામા લગભગ ૨૦૦ કરોડો વર્ષ જુના ક્રેટર્સ છે જે દક્ષીણ આફ્રિકા માં આવેલા છે.

પૃથ્વી સાથે અવારનવાર ઉલ્કાપિંડ અથડાતા રહે છે.પરંતુ ઉલ્કાપિંડ પૃથ્વી થી ઘણા દુર હોવાને કારણે પૃથ્વી પર વધારે પડતી અસર થતી નથી. જેમ કે ૨૯ અપ્રિલ ના રોજ OR૨ પસાર થઇ પણ કોઈ પ્રકાર ની જાનહાની નહોતી થઇ. પણ ઘણી વાર કોઈ ઉલ્કાપિંડ એટલી ઝડપે પૃથ્વી સાથે ટકરાય તો જમીન ઉપર મોટા ખાડા નુ સર્જન થાય છે.વિજ્ઞાન ની ભાષામા આને ”ક્રેટર્સ” કહેવામાં આવે છે.તો ચાલો દુનિયાના પાંચ સૌથી મોટા ક્રેટર્સ વિશે જાણીએ.
૧) વ્રેડેફોર્ટ ક્રેટર :- પૃથ્વી પર અત્યાર સુધી ૧૯૦ મોટા ખાડા છે. જેને વૈજ્ઞાનીકે ઉંમર ના આધારે વિભાજન કર્યું છે. દક્ષિણ આફ્રિકા ના ફ્રી રાજ્ય મા આવેલ ક્રેટેર લગભગ ૨૦૦ કરોડ વર્ષ જુનો છે. આ દુનિયાનો સૌથી મોટો અને જુનો ક્રેટર ગણવા મા આવે છે. આ ક્રેટર લગભગ ૩૮૦ કિલોમીટર નો છે. યુનેસ્કો એ ૨૦૦૫ મા આને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે ત્યારથી આ જગ્યા પર ઘણા લોકો એ સંશોધન કર્યું છે.

2) ચિક્સુલુબ ક્રેટર :- મેક્સિકો ના યુકાટન મા આવેલા ક્રેટર બીજાનંબર નો સૌથી મોટો ક્રેટર છે.આ ક્રેટર લગભગ ૩૦૦ કિલોમીટર નો છે.અને આ ૬.૫૦ કરોડ વર્ષ જુનો છે આ ક્રેટર ને ડાયનોસર ના અંત નુ કારણ માનવામાં આવે છે.
૩) સડબરી ક્રેટર :- કેનાડા ના ઓંટારીયો મા આવેલ ક્રેટર પણ ઘણા વર્ષ જુનો છે. કહેવામા આવે છે કે આ ૧૮૦ વર્ષ જુનો છે. આ ક્રેટર ૧૮૦ કિલોમીટર નો છે. આ એટલો મોટો છે કે તે એક ખીણ બની ગઈ છે.

૪) પોપીગઈ ક્રેટર :- રૂસ ના સર્બિયા મા આવેલ ક્રેટર ને પોપીગઈ ક્રેટર નામથી ઓળખવામા આવે છે. આ ક્રેટેર લગભગ ૧૨૦ કિલોમીટર નો છે. કહેવામા આવે છે કે આ દુનિયામા સૌથી મોટો હીરા નો ભંડાર છે. આ ક્રેટર ૩.૫૭ કરોડ વર્ષ જુનો છે.
૫) લોનાર ક્રેટર :- ભારત ના મહારાષ્ટ્ર મા એક મોટી ક્રેટર છે. આ બુલઢાણા જીલ્લા મા આવેલ છે. આ લગભગ ૧.૧૩ કિલોમીટર મા ફેલાયેલ છે.અને તેની ઊંડાઈ ૪૯૦ ફૂટ છે. આ ક્રેટર અત્યારે તળાવમા બદલાય ગયું છે. આ ક્રેટર લગભગ ૫.૭૦ લાખ વર્ષ જુનો છે.