અનોખો ગાય પ્રેમ: આ ભાઈ પોતાના ઘરમાં રાખે છે ગાયો..!, ખાવાનું સાથે અને સુવે પણ એક જ પથારી માં, જોવો તસવીરો…

Story

સામાન્ય રીતે આપણા ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ હોય છે. ભારત ને ગાય ને માતા કહેવાય છે. અને ગાય ને સો કોઈ લોકો પૂજે છે. અને સેવા કરે છે. આ સિવાય ગાયની દરેક વસ્તુમાં ભરપુર પોષક ગુણધર્મો હોય છે.

હા, ગાયના દૂધ થી લઈને ગૌમૂત્ર સુધીની દરેક વસ્તુનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. અને તે ખુબ ફાયદાકારક પણ હોય છે. જે વ્યક્તિના સ્વાસ્થય માટે દવા તરીકે વપરાય છે. પંરતુ આજે અમે તમને એક ગાય પ્રેમી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ગાયને પોતાના બાળકોની જેમ ઉછરે છે. અને તે ગાયો ની ખુબ સેવા પણ કરે છે.

અને તેમને બાળકોનો જેટલો જ પ્રેમ આપે છે. અને ભાવ થી સેવા કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ ગાયના વાછરડાને પોતાની પાસે જ સુવડાવે છે. હવે તમે વિચારતા હશો કે તેઓ આવું શા માટે કરે છે?? તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ, તેઓનું નામ વિજયભાઈ પરસણા છે, જે અમદાવાદ નજીક આવેલા મણિપુરવડ ગામમાં રહે છે. તેઓના ગાય પ્રત્યેનો પ્રેમ એકદમ નાના બાળક જેવો છે. અને તેઓ ગાયો ને ખુબ પ્રેમ કરે છે, તેમની સાથે ખુબ લાગણી બંધાયેલી છે. તેઓ નિસ્વાર્થપણે ગાયોની સેવા કરતા રહે છે.

તેઓ હાલમાં કરોડપતિ હોવા છતાં તેમનો ગાય પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. તેઓ કહે છે કે તેઓને ગાયના વાછરડા પાસે રહેવું પસંદ છે. અને તેઓ તેનાથી શાંતિ અનુભવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિજય ભાઈ હાલમાં 5000 વારના બંગલામાં એકલા જ રહે છે. અને તે ખુબ મોટો બંગલો છે.

સૌથી મહત્વની વાત એ છે કે વિજયભાઈ ગાયને ભગવાન તરીકે માને છે. એટલું જ નહીં તેઓ ગાયને માતાની જેમ ઉછેરે છે અને તેઓ હંમેશા ગૌ મૂત્રનું સેવન પણ કરે છે. આ સાથે તેઓ ગાયના છાશથી સ્નાન પણ કરે છે. તેઓ માને છે આવું કરવાથી તેઓ ક્યારેય બીમાર પડતા નથી.

આજના સમયમાં લોકો જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી ગાયનો ઉછેર કરે છે અને પછી તેને રસ્તાઓ પર છોડી દે છે. જોકે વિજયભાઈ ગાયોને સાચવવામાં જ સાચી માનવતા માને છે. અને તે ખુબ પ્રેમ અને ભાવ થી ગાયો ને માને છે. તમને જણાવી દઈએ કે પરેશભાઈએ ગાયના ધામધૂમ સાથે લગ્ન કરાવ્યા હતા અને ત્યારથી તેઓ હાલ સુધી ગાયની 11 પેઢી સાચવી રહ્યા છે.

તેઓને ગાય સાથે રહેવું પસંદ છે અને તેમના શોખને લીધે જ તેઓ આજે 5000 વારના બંગલામાં એકલા રહે છે. હવે તમે સમજી ગયા હશો કે જો દેશમાં બધા જ લોકો વિજયભાઈ જેવા હોય તો કોઈપણ ગાય શહેર અને ગામડાઓમાં રસ્તાઓ પર જોવા મળશે નહીં. આવામાં આપણે ગાયોને બચાવવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.