આ આદિવાસી મહિલાઓએ બનાવ્યો અનોખો સાબુ, અમેરિકાથી પણ આવે છે ઓર્ડર, કિંમત જાણીને ચોંકી જશો…

Story

મહિલાઓ કોઈથી ઓછી નથી, આ વાત ફરી એકવાર મધ્યપ્રદેશની આદિવાસી મહિલાઓએ સાબિત કરી દીધી છે. અહીંની મહિલાઓએ એક ખાસ પ્રકારનો સાબુ બનાવ્યો છે, જે આજકાલ ચર્ચાનો વિષય છે. આ સાબુ બકરીના દૂધ અને અન્ય જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે. આમાં ખાસ વાત એ છે કે સાબુ આ મહિલાઓ બનાવી રહી છે, જે આખો દિવસ ખેતરોમાં કામ કરે છે. દિવસ દરમિયાન ખેતરોમાં કામ કર્યા બાદ આ આદિવાસી મહિલાઓ સાંજે સાબુ બનાવવા આવે છે. તેના સાબુ દેશ-વિદેશમાં ફેલાએલ છે, લોકો તેના બનાવેલા સાબુને ખુબ જ પસંદ કરે છે.

જણાવી દઈએ કે ખંડવા પંઢાણા વિધાનસભા ક્ષેત્રના ઉદયપુર ગામમાં રહેતી આદિવાસી મહિલાઓ નવી સફળતાની ગાથા લખી રહી છે. તેમના દ્વારા બનાવેલ સાબુ આજે વિદેશમાં સપ્લાય કરવામાં આવે છે. અમેરિકાથી પણ સાબુનો ઓર્ડર આવી રહ્યો છે. આ મહિલાઓ દ્વારા બનાવેલા સાબુની કિંમત પણ ખાસ છે અને એક સાબુ 250 થી 350 રૂપિયામાં વેચાય છે. આયુર્વેદિક અને સંપૂર્ણપણે કુદરતી હોવાને કારણે સાબુની માંગ ખુબ જ વધી રહી છે.

એક સમાચાર અનુસાર પુણેના લી નામના વ્યક્તિએ આ પ્લાન્ટ ઉદયપુર ગામમાં શરૂ કર્યો હતો. અગાઉ મહિલાઓને સાબુ બનાવવાની તાલીમ આપવામાં આવતી હતી. શરૂઆતમાં, તેમની કેટલીક પ્રોડક્ટ્સ સફળ પણ રહી હતી, જોકે આખરે તેમનો સાબુ સફળ થઈ રહ્યો છે. આ ખાસ સાબુ ઘણા ફ્લેવરમાં પણ હાજર છે. જેમાં સુગંધિત તેલ અને દાર્જિલિંગ ચાના પાંદડા, કેરી, તરબૂચ વગેરે વસ્તુઓ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ સાબુના પેકિંગમાં પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને આ સાબુઓ જ્યુટના પેકિંગમાં પેક કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને સાબુ બનાવતી આદિવાસી મહિલાઓની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ખંડવાની પંઢાણા વિધાનસભાના ઉદયપુર ગામની બહેનોએ અનોખો આયુર્વેદિક સાબુ બનાવીને તેમની સફળતાનો પડઘો અમેરિકા સુધી પહોંચાડ્યો છે. રાજ્યને તમારા પર ગર્વ છે. બહેન શ્રીમતી રેખા જી, શ્રીમતી તારાજી, તેમને સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *