એક વ્યક્તિ ધારે તો કંઈપણ અશક્ય કાર્યને પાર પાડી શકે છે. ભગવાનને દરેક વ્યક્તિને ખાસ ગુણો અને આવડત આપેલ હોય છે. આ કળા નો ઉપયોગ કરવાથી જીવનમાં સફળતા મેળવી શકાય છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિ ની વાત કરીશું જેને પોતાની આવડત દ્વારા નામના મેળવી છે. લોકડાઉનનો સદ્દઉપયોગ કરીને ખૂબ જ સફળતા મેળવી છે.ચાલો આ યુવાન વિશે જાણીએ જે લાકડાઓની સાઇકલ બનાવે છે.
આ વાત છે, પંજાબના જિરકપુરના રહેવાસી એવા 40 વર્ષીય સુથાર ધનીરામ સગ્ગુની જેમણે આત્મનિર્ભરતાનું ઉત્તમ પ્રતીક બન્યા છે. લોકડાઉન દરમિયાન કામ બંધ થતાં આવક પણ બંધ થઈ ગઈ. ત્યારે તેને કંઈક કરવાનું વિચાર્યું અને સુથારી કામ દરમિયાન તેઓ ઘણા મિકેનિક કારીગરોની આસપાસ પણ રહ્યા હતા. તેમણે ઘણીવાર આ મિકેનિકોને સાયકલ રીપેર કરતા જોયા હતા. બસ ત્યાંથી જ આઈડિયા આવ્યો કે, એક લાકડાની સાઈકલ બનાવી જોઈએ. સૌથી પહેલા એક કાગળ પર ડિઝાઈન તૈયાર કરી.
પોતાના ઘરમાં પડેલા પ્લાયવૂડમાંથી સાયકલની ફ્રેમ, હેન્ડલ અને પૈડાની રિંગ તૈયાર કરી એક જૂની સાઈકલમાંથી પેડલ, ચેન, પૈડા અને સીટ વગેરે કાધી લીધા. આ તમામ વસ્તુને તેણે લાકડાની ફ્રેમમાં ફિટ કરી.શરૂઆત માં સફળતા ન મળી પણ ફાઈનલ મોડલ માત્ર એક મહિનામાં જ તૈયાર કરી લીધું, અને સાઇકલ પર બાસ્કેટ અને પૈડા પર ગાર્ડ લગાવવાનો નિર્ણય કર્યો.
આ સાઈકલ 20 કિલોગ્રામ બની છે અને લગભગ 150 કિલો વજન ઉપાડી શકે છે. એક મિત્રએ આ સાઈકલ અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને ત્યાંથી ઓર્ડર મળવાની શરૂઆત થઈ. આ સાઈકલની કિંમત રૂ.15000 હજાર છે.
ધનીરામની દુકાનનું નામ નૂર ઈન્ટિરિયર્સ હતું અને તેમણે સાઈકલને પણ નૂર ઈન્ટિરિયર્સ જ નામ આપ્યું છે. ધનીરામને અત્યાર સુધીમાં લગભગ 10 ઓર્ડર મળી ચૂક્યા છે. પહેલી સાઈકલ બનાવવામાં તેમને એક મહિના લાગ્યો હતો. પરંતુ હવે તેઓ એક વીકમાં જ સાઈકલ તૈયાર કરી દે છે. સોશિયલ મીડિયા પર તેમની સાઈકલ જોઈને તેમને વિદેશમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે.